AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ કોણે આપ્યું હતું, શું છે તેના પાછળની કહાની ?

ભારતની આઝાદી માટે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ લડવૈયાઓમાંના એક છે મહાત્મા ગાંધી જેમને 'રાષ્ટ્રપિતા'નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા.

મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું બિરુદ કોણે આપ્યું હતું, શું છે તેના પાછળની કહાની ?
Mahatma Gandhi
| Updated on: Aug 13, 2024 | 7:27 PM
Share

15મી ઓગસ્ટ એ તારીખ છે જ્યારે ભારતે બ્રિટિશરોથી આઝાદી મેળવી હતી. વિદેશી શક્તિઓએ દેશના નેતાઓને ભારતના નિયંત્રણની લગામ સોંપી દીધી હતી. પરંતુ આ આઝાદી પાછળ સેંકડો લોકોનો સંઘર્ષ હતો. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ લડવૈયાઓમાંના એક છે મહાત્મા ગાંધી જેમને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા.

મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા ?

એવું મનાય છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌપ્રથમ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ ગાંધીજીના મૃત્યુ પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે ‘રાષ્ટ્રપિતા હવે નથી રહ્યા’. પરંતુ તેમના પહેલા કોંગ્રેસના નેતા સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા.

મતભેદો હોવા છતાં રાષ્ટ્રપિતા માનતા હતા

સુભાષચંદ્ર બોઝ ગાંધીજીને ખૂબ માન આપતા હતા. પરંતુ તેમના માટે ગાંધીજીની ઈચ્છા એ અંતિમ નિર્ણય ન હતો. 1940માં કોંગ્રેસની યોજનાઓથી દૂર કામ કરી રહેલા સુભાષ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 9 જુલાઈ, 1940ના રોજ સેવાગ્રામમાં કહ્યું હતું કે, સુભાષ બાબુ જેવા મહાન વ્યક્તિની ધરપકડ એ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ સુભાષબાબુએ ખૂબ સમજણ અને હિંમતથી તેમની લડાઈનું આયોજન કર્યું છે.

અંગ્રેજોની ચુંગાલમાંથી છટકીને સુભાષચંદ્ર બોઝ જુલાઈ 1943માં જર્મનીથી જાપાનના નિયંત્રણ હેઠળના સિંગાપોર પહોંચ્યા હતા. 4 જૂન, 1944ના રોજ સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી એક સંદેશ પ્રસારિત કર્યો અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. સુભાષ બોઝે કહ્યું કે, ભારતની આઝાદીની છેલ્લી લડાઈ શરૂ થઈ ગઈ છે. જ્યાં સુધી અંગ્રેજોને દેશમાંથી ઉખેડી નાખવામાં ન આવે ત્યાં સુધી આ સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહેશે. થોડીવાર અટકીને તેમણે કહ્યું, રાષ્ટ્રપિતા, અમે ભારતની આઝાદીની લડાઈમાં તમારા આશીર્વાદ માંગીએ છીએ.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">