વર્ષ 2020માં POCSO અંતર્ગત 47 હજાર 221 કેસ નોંધવામાં આવ્યા, સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં આપી જાણકારી

|

Jul 30, 2022 | 4:41 PM

કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભામાં જણાવ્યુ કે વર્ષ 2020માં જાતિય ગુનાઓથી બાળકોનુ સંરક્ષણ અધિનિયમ 2012 (POCSO) અંતર્ગ્ત 47 હજાર 221 કેસ નોંધવામાં આવ્યા છે.

વર્ષ 2020માં POCSO અંતર્ગત 47 હજાર 221 કેસ નોંધવામાં આવ્યા, સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં આપી જાણકારી
પોક્સો હેઠળ નોંધાયેલા કેસ અંગે સ્મૃતિએ લોકસભામાં આપી જાણકારી
Image Credit source: PTI

Follow us on

કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભા (Lok Sabha)માં જણાવ્યુ કે વર્ષ 2020માં જાતિય ગુનાઓથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ 2012 (POCSO) અંતર્ગત દેશમાં 47 હજાર 221 કેસ નોંધાયા છે. સરકારે જણાવ્યુ કે આ કેસમાં સજાનો દર 39.6 ટકા રહ્યો છે. સરકારે આ જાણકારી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સાંસદ એસ વેંકટેશનના સવાલના જવાબમાં આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાને ગૃહમાં રજૂ કર્યા હતા. વર્ષ 2020માં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 6 હજાર 898 કેસ નોંધવામાં આવ્યા હતા.

આ પછી મહારાષ્ટ્રમાં 5 હજાર 687 અને મધ્યપ્રદેશમાં 5 હજાર 648 કેસ નોંધવામાં આવ્યા હતા. આંકડા અનુસાર ઉત્તર પ્રદેશમાં કન્વિક્શન રેટ 70.7% હતો જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આંકડા ક્રમશ: 30.9% અને 37.2 % હતા. બીજી તરફ મણિપુર એકમાત્ર એવુ રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ હતુ જ્યાં લગભગ ત્રણ વર્ષ સુધી 100 % સજા દર હતો.

ગોવા અને હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા

આ અંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ કે વર્ષ 2020ના અંત સુધીમાં 1 લાખ 70 હજાર કેસ પેન્ડિંગ હતા, જે 2018ની સરખામણીમાં 57.4% થી વધુ હતા. વર્ષ 2018માં આ સંખ્યા 1 લાખ 8 હજાર 129 હતી. ઈરાનીએ કહ્યું કે 2020માં લદ્દાખ અને ચંદીગઢના કેન્દ્રશાસિત પ્રદેશોમાં શૂન્ય કેસ નોંધાયા હતા. જો કે, પાછળથી એક કેસ ચાર્જશીટ થયો હતો. આઠ કેસ વર્ષના અંત સુધી પેન્ડિંગ હતા અને બે વ્યક્તિઓને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે ગોવા અને હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વર્ષ 2021માં 898 ફાસ્ટ્ર ટ્રેક સ્પેશ્યિલ કોર્ટ સક્રિય હતી- ઈરાની

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે ન્યાય વિભાગ 1 હજાર 23 ફાસ્ટ ટ્રેક સ્પેશ્યિલ કોર્ટ (FTSC) સ્થાપિત કરવા માટે એક યોજના લાગુ કરી રહી છે. જેમા 389 વિશેષ પોક્સો કોર્ટ સામેલ છે જે બળાત્કારો સાથે સંબંધિત કેસમાં ઝડપી કાર્યવાહી કરવા અને તેના નિકાલ માટે છે. ઈરાનીએ જણાવ્યુ કે વર્ષ 2022માં 892 FTSC સક્રિય હતી. જ્યારે વર્ષ 2021માં 898 FTSC હતા.

Next Article