છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ છોડી નાગરિકતા, લોકસભામાં કેન્દ્રએ આપી જાણકારી

|

Dec 14, 2021 | 5:52 PM

છેલ્લા 7 વર્ષમાં 20 સપ્ટેમ્બર સુધી 6,08,162 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. તેમાંથી 1,11,287 લોકોએ આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.

છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ છોડી નાગરિકતા, લોકસભામાં કેન્દ્રએ આપી જાણકારી
File Image

Follow us on

કેન્દ્ર સરકારે (Central Government) આજે એટલે કે મંગળવારે લોકસભા (Lok Sabha)માં જણાવ્યું કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. સરકારે કહ્યું કે વિદેશ મંત્રાલયની પાસે ઉપલબ્ધ જાણકારી મુજબ છેલ્લા 7 વર્ષમાં 30 સપ્ટેમ્બર 2021 સુધી 8,81,254 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

ત્યારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (Union minister of state for home affairs Nityanand Rai) આ પહેલા 1 ડિસેમ્બરે સંસદને જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં 20 સપ્ટેમ્બર સુધી 6,08,162 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. તેમાંથી 1,11,287 લોકોએ આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.

 

તેમને કહ્યું હતું કે 10,645 વિદેશી નાગરિકો, જેમાંથી મોટાભાગના પાકિસ્તાન (7,782) અને અફઘાનિસ્તાન (795)માંથી છે. 2016 અને 2020ની વચ્ચે ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે. તેમને એ પણ કહ્યું કે હાલમાં 100 લાખથી વધારે ભારતીય વિદેશોમાં રહે છે. ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ 1.25 કરોડ ભારતીય નાગરિક વિદેશમાં રહે છે. જેમાં 37 લાખ લોકો ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીજનશિપ ઓફ ઈન્ડિયા કાર્ડધારક છે.

 

5 વર્ષમાં 4,177 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી

આ પહેલા 30 નવેમ્બરે ગૃહ મંત્રાલયે લોકસભામાં કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન 4,177 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. MHAએ કહ્યું કે નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 (CAA) 12 ડિસેમ્બર 2019ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો અને 10 જાન્યુઆરી 2020થી અમલમાં આવ્યો છે. CAA હેઠળ આવતા લોકો CAA હેઠળના નિયમો જાહેર થયા પછી નાગરિકતા માટે અરજી કરી શકે છે.

 

ત્યારે NRICને રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર એક જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું અત્યાર સુધી સરકારે રાષ્ટ્રીય સ્તર પર ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર તૈયાર કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે જ્યાં સુધી અસમનો સવાલ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર એનઆરસીમાં સમાવેશ કરવા માટેની પૂરક યાદીની હાર્ડ કોપી અને તેમાંથી બાકાત રાખવા માટેની ઓનલાઈન કુટુંબ મુજબની યાદી 31 ઓગસ્ટ 2019ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: ANAND : કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

 

આ પણ વાંચો: UP Election: શા માટે અને કયા કારણોસર પીએમ નરેન્દ્ર મોદીને દોઢ મહિનામાં 6 તાબડતોબ મુલાકાતો કરવાની ફરજ પડી

Next Article