Delhi Night Curfew: ગુજરાતના માર્ગે દિલ્હી, રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ
કોરોના વાઈરસના વધતા જતા કેસ અને ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હી સરકારે પણ હવે અન્ય ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના નાઈટ કર્ફ્યૂ લાગુ કરનાર રાજ્યોની રાહ પકડી છે.
કોરોના વાઈરસ (Corona virus)ના વધતા જતા કેસો અને ઓમિક્રોન (Omicron)ના ખતરા વચ્ચે દિલ્હી સરકારે નાઈટ કર્ફ્યુ (Night curfew) લાદવાની જાહેરાત કરી છે. જાહેર કરાયેલા નિર્દેશો અનુસાર રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે. તેનો અમલ સોમવાર એટલે કે 27 ડિસેમ્બરથી કરવામાં આવશે. આરોગ્ય વિભાગના (Department of Health) જણાવ્યા મુજબ રવિવારે દિલ્હીમાં 290 નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા તો કોરોના વાઈરસથી એકનું મૃત્યુ પણ થયુ તો શનિવારે રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના 249 નવા કેસ નોંધાયા હતા.
કોરોના વાઈરસના વધતા જતા કેસ અને ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હી સરકારે પણ હવે અન્ય ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના નાઈટ કર્ફ્યૂ લાગુ કરનાર રાજ્યોની રાહ પકડી છે.
નવા વર્ષ પર કોઈ કોન્ફરન્સ થશે નહીં
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA), જે રાજધાની માટે કોવિડ-19 વ્યવસ્થાપન નીતિઓ બનાવે છે, તેણે અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટને રાષ્ટ્રીય રાજધાનીમાં નવા વર્ષના સંમેલનો ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. DDMAએ જિલ્લા મેજિસ્ટ્રેટ (DMs)ને નવા વર્ષ પહેલા સંભવિત COVID-19 સુપરસ્પ્રેડર વિસ્તારોને ઓળખવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
કયા રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ છે?
1 મધ્યપ્રદેશ – રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ. જેમણે રસીના બંને ડોઝ લીધા ન હોય તેવા 18 વર્ષથી ઉપરના લોકોને સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, થિયેટર, જીમ, કોચિંગ ક્લાસ, સ્વિમિંગ પુલ, ક્લબ, સ્ટેડિયમમાં પ્રવેશ નહીં. બંને ડોઝ સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મરીમાં ભક્તોનો પ્રવેશ પણ બંધ છે.
2. હરિયાણા- નાઈટ કર્ફ્યુ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. સાર્વજનિક સ્થળો અને અન્ય કાર્યક્રમોમાં 200થી વધુ લોકોને એકઠા કરવાની પરવાનગી નહીં.
3. ગુજરાત – અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલમાં છે. વર્તમાન નાઈટ કર્ફ્યુના નિયંત્રણો હેઠળ રેસ્ટોરન્ટ મધ્યરાત્રિ સુધી 75% લોકો સાથે ખુલ્લી રહી શકે છે. હોમ ડિલિવરી અને ટેક-અવે સેવાઓને પણ મધરાત સુધી મંજૂરી છે.
4. ઉત્તર પ્રદેશ- રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહે છે. લગ્ન સમારોહમાં 200થી વધુ લોકોને પ્રવેશવાની મંજૂરી નથી. માસ્ક વિના સામાન મળશે નહીં. બહારથી આવતાની તપાસ કરવી જરૂરી છે.
5. રાજસ્થાન- કોરોનાની બીજી લહેરથી નાઈટ કર્ફ્યુ લાગુ છે. કેસ ઓછા થયા બાદ તેમાં કેટલીક છૂટ આપવામાં આવી હતી, પરંતુ ઓમિક્રોનના ખતરાને જોતા સરકાર ફરીથી એલર્ટ મોડમાં આવી ગઈ છે.
6. કર્ણાટક- રાજ્યમાં 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કડકાઈ છે. નવા વર્ષને આવકારવા માટે લોકોને એકઠા થવાની મંજૂરી નથી. રેસ્ટોરન્ટમાં ક્ષમતામાંથી 50% લોકોને બેસવાની મંજૂરી છે.
7. ઓડિશા- 25 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ભીડ, રેલી, ઓરકેસ્ટ્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ક્લબ, રેસ્ટોરન્ટ, ઉદ્યાનો અને હોટલોમાં કોઈ ઉજવણી નહીં.
8. તમિલનાડુ – ચેન્નાઈમાં 31મી ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી સુધી કોઈ પ્રવેશની મંજૂરી નથી. 31 ડિસેમ્બર સુધી કાર્યક્રમો પણ બંધ રહેશે.
9. જમ્મુ અને કાશ્મીર – સડક માર્ગે આવતા લોકોના એન્ટીજન ટેસ્ટ થશે. 33% મુસાફરોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
देश में ओमिक्रोन के मामलों की कुल संख्या बढ़कर 422 हुई। महाराष्ट्र और दिल्ली में ओमिक्रोन के सबसे ज़्यादा 108 और 79 मामले हैं। ओमिक्रोन के 422 मरीज़ों में से 130 मरीज़ रिकवर हो गए हैं: स्वास्थ्य मंत्रालय #OmicronVariant pic.twitter.com/oMPAJHTYwO
— ANI_HindiNews (@AHindinews) December 26, 2021
દેશમાં ઓમિક્રોનના 422 કેસ છે, દિલ્હી બીજા નંબરે
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 422 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 108 અને 79 કેસ છે. ઓમિક્રોનના 422 દર્દીઓમાંથી 130 દર્દીઓ સ્વસ્થ થયા છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા બીજી વાર બનવા જઈ રહ્યો છે પિતા? સોશિયલ મીડિયા પર લોકોએ પાઠવ્યા અભિનંદન