દેશમાં કોરોનાની બીજી લહેરની અસર વધી, 24 રાજ્યોમાં કોરોના કેસોમાં નોંધાયો વધારો

|

Mar 09, 2021 | 5:15 PM

ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 24 રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો નોંધાયો છે.

દેશમાં કોરોનાની બીજી લહેરની અસર વધી, 24 રાજ્યોમાં કોરોના કેસોમાં નોંધાયો વધારો

Follow us on

ભારતમાં ફરી એકવાર Corona  વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 24 રાજ્યોમાં Corona  કેસોમાં વધારો નોંધાયો છે. આ રાજ્યોમાં છેલ્લા સપ્તાહ દરમ્યાન કોરોનાના કેસમાં વધારો થયો છે. ગત સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસોમાં દરરોજ સરેરાશ  300થી વધુ કેસો વધી રહ્યા છે.

માર્ચ મહિનામાં 1 થી 7 માર્ચ સુધીના નવા કેસો પર નજર કરીએ તો 64657 નવા કેસ બહાર આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ગયા વર્ષે ઓક્ટોબરના બીજા અઠવાડિયા પછી કોરોના કેસોમાં સૌથી વધુ ઉછાળો છે. જ્યારે પંજાબમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો થયો છે. ગયા અઠવાડિયે પંજાબમાં પાછલા અઠવાડિયામાં 22 અઠવાડિયા પછી કુલ 6215 નવા કેસ નોંધાયા છે.

ગયા સપ્તાહે Corona ના નવા કેસોમાં કેરલ બીજા સ્થાને છે. ગયા સપ્તાહે કેરલમાં કુલ 17924 નવા કેસ નોંધાયા હતા. હિમાચલ પ્રદેશમાં ગયા અઠવાડિયાના પહેલાંના અઠવાડિયાની તુલનામાં કોરોનાના નવા કેસમાં 82% નો વધારો જોવા મળ્યો છે. જ્યારે પંજાબમાં 67 ટકા અને હરિયાણામાં 65 ટકાનો ઉછાળો જોવાયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આખા દેશના આંકડા જોતાં મંગળવારે થોડી રાહત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી, સક્રિય કેસોમાં વધારો નોંધાયો છે. પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન તેમાં 1285 નો ઘટાડો થયો છે. જ્યારે મૃતકોની સંખ્યા 77 નોંધાઈ હતી. જે છેલ્લા કેટલાક દિવસો કરતા ઓછી છે. શુક્રવારે મૃતકોની સંખ્યા 113, શનિવારે 108 ,રવિવારે 100 અને સોમવારે 97 હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 15388 નવા કેસ નોંધાયા છે. જેમાં એક કરોડ 12 લાખ 44 હજાર 786 લોકો સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં, 16596 દર્દીઓ સ્વસ્થ થયા છે.

Next Article