IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહીની કરવાની કરી માંગ, એલોપથી પરના આ નિવેદનથી વિવાદ
બાબા રામદેવનો એલોપથી પરનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમણે એલોપથી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ બાદ વિવાદ ખુબ ભડક્યો છે અને હવે રામદેવ પર કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે.
તાજેતરમાં યોગ ગુરુ બાબા રામદેવનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ એલોપથીના વિરુદ્ધમાં બોલતા સોવા મળે છે. આ બાદ વિવાદ ખુબ વધ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ આ વિડીયોને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે.
IMA એ તાજેતરમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં તેમણે માંગ કરી હતી કે બાબા રામદેવ દ્વારા એલોપથી પર લગાવેલા આરોપો સ્વીકાર કરીને આધુનિક ચિકિત્સા સુવિધા બંધ કરી દેવામાં આવે, અથવા બાબા સામે કાર્યવાહી કરવામાં આવે અને મહામારી રોગ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવે.
એલોપથી પ્રતિ બાબા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે – આરોપ
પ્રેસ રિલીઝમાં IMA એ કહ્યું છે કે ભારત કોવિડ -19 રોગચાળા સામે લડી રહ્યું છે. આધુનિક તબીબી પદ્ધતિ દ્વારા સૌ આ રોગચાળાનો સામનો કરી રહ્યા છે. ભારત સરકાર અને ડોક્ટર્સ લોકોના જીવન બચાવવા સાથે મળીને કામ કરી રહી છે. આ સંઘર્ષમાં ફ્રન્ટલાઈન પર કામ કરતા 1200 એલોપેથ ડોકટરોએ પોતાનો જીવ ગુમાવ્યો.
IMA એ કહ્યું કે યોગ ગુરુ વિડીયોમાં કહી રહ્યા છે કે ‘એલોપથી એક મૂર્ખ અને નાદાર વિજ્ઞાન છે’. તેમાં IMA એ એમ પણ કહ્યું હતું કે, ‘એ વાત જાણીતી છે કે યોગગુરુ રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ બીમાર હોય ત્યારે આધુનિક તબીબી સુવિધાઓ લે છે અને એલોપથી દવાઓ ખાય છે. હવે તેઓ પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે અને લોકોને તેમની ગેરકાયદેસર અને અસ્વીકૃત દવાઓ વેચવા માટે ગેરમાર્ગે દોરે છે.’
IMA issues press release over a video on social media where Yog Guru Ramdev allegedly speaks against Allopathy. IMA demands that the "Union Health Minister either accept accusation & dissolve modern medical facility or prosecute him and book him under Epidemic Diseases Act." pic.twitter.com/FnqUefGjQA
— ANI (@ANI) May 22, 2021
એલોપથીથી લોકોના થઇ રહ્યા છે મોત – રામદેવ
હકીકતમાં બાબા રામદેવે કોવિડ -19 રોગચાળાને કારણે થતાં મૃત્યુ પાછળ એલોપેથીને જાહેરમાં કારણભૂત જણાવ્યું છે. યોગ ગુરુએ કહ્યું, ‘એલોપથીની દવા ખાવાથી લાખો લોકો મરી ગયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે તેનાથી વધારે એલોપથીની દવાઓ આપવાના કારણે થયા છે.
મહામારીના સંકટ વચ્ચે હોસ્પિટલમાં જીવના જોખમે ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને રામદેવના આવા નિવેદનથી તેઓ નારાજ છે. નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની રેસિડેન્ટ્સ એસોસિએશને બાબા રામદેવના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને રોગચાળાના રોગ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.
આ પણ વાંચો: લોકડાઉનમાં ગર્લફ્રેન્ડને મળવા નકલી District Magistrate બનીને નીકળ્યો યુવક, આ ભૂલથી પકડાઈ ગયો
આ પણ વાંચો: કેટલો સમય બચ્યો છે પૃથ્વી અને મનુષ્ય પાસે? શું અંત છે નજીક? જાણો શું કહ્યું Harvard ના પ્રોફેસરે