PAN Card ચોરી કે ગુમ થઈ જાય તો આ રીતે ઘર બેઠા કરો Re-Print માટે અરજી, જાણો સમગ્ર પ્રોસેસ

|

Oct 11, 2021 | 8:28 AM

PAN Card Re-Print: કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો જ રી-પ્રિન્ટ કરી શકાય છે. આ સુવિધા ફક્ત તે જ પાન કાર્ડ ધારકો મેળવી શકે છે

PAN Card ચોરી કે ગુમ થઈ જાય તો આ રીતે ઘર બેઠા કરો Re-Print માટે અરજી, જાણો સમગ્ર પ્રોસેસ
PAN Card: પ્રતિકાત્મક ફોટો

Follow us on

PAN Card Reprint : કાયમી એકાઉન્ટ નંબર (PAN) એક ફરજિયાત દસ્તાવેજ છે, જે કોઈપણ નાણાકીય વ્યવહાર માટે આપવો જરૂરી છે. જેમ કે બેંક ખાતું ખોલવું, રોકાણ કરવું, વ્યવહાર કરવો વગેરે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે, ચોરાઈ ગયું છે અથવા નુકસાન થયું છે, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા કાર્ડને ફરીથી પ્રિન્ટ કરાવવા માટે સરળતાથી અરજી કરી શકો છો. તે ઓનલાઈન કરી શકાય છે. અમે અહી તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું.

પાન કાર્ડ રી-પ્રિન્ટ કરવાની શરતો
કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો જ રી-પ્રિન્ટ કરી શકાય છે. આ સુવિધા ફક્ત તે જ પાન કાર્ડ ધારકો મેળવી શકે છે, જેમના પાન પર NSDL e-Gov દ્વારા તાજેતરની PAN અરજી દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હોય અથવા આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ત્વરિત ઇ-પાન સુવિધાનો ઉપયોગ કરીને પાન મેળવ્યું હોય.

આ લિંકનો કરો ઉપયોગ
પાન કાર્ડને ફરીથી છાપવા માટે, તમે આ લિંક પર ક્લિક કરી શકો છો- https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ વિગતો ભરો
તમારા પાન કાર્ડને ફરીથી છાપવા માટે, તમારે આપેલ લિંક પર જઈને ફોર્મ ભરવું પડશે. આ ફોર્મમાં તમારે PAN નંબર, આધાર નંબર, જન્મ તારીખ વગેરે જેવી વિગતો ભરવાની રહેશે. કાર્ડને ફરીથી રી-પ્રિન્ટ માટે આધારની વિગતોનો ઉપયોગ કરવા માટે અરજદારે સંમતિ આપવી પડશે. છેલ્લે, તમારે ફોર્મ સબમિટ કરવા માટે કેપ્ચા કોડ (Captcha Code) દાખલ કરવો પડશે.

ફી(Fee)
પાન કાર્ડને ફરીથી પ્રિન્ટ અને તમારા ઘરે પહોંચાડવા માટે તમારે કેટલીક ફી ચૂકવવી પડશે. ફોર્મ ભર્યા બાદ તે ઓનલાઇન ભરવાનું રહેશે.

ભારતમાં કાર્ડ પહોંચાડવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
ભારત બહારના સરનામા પર કાર્ડ પહોંચાડવા માટે તમારે 959 રૂપિયા ચૂકવવા પડશે.
ફી ભર્યા પછી, તમારું રી-પ્રિન્ટેડ પાનકાર્ડ (Re-Printed PAN Card) આવકવેરા વિભાગના ડેટાબેઝમાં ઉપલબ્ધ સરનામા પર મોકલવામાં આવશે.

આને ધ્યાનમાં રાખો
જો તમે UTIITSL વેબસાઈટ પર લેટેસ્ટ પાન અરજી કરી હોય, તો આ લિંકની મુલાકાત લઈને ફરીથી પ્રિન્ટની અરજી સબમિટ કરવાની રહેશે: https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homereprint

આ પણ વાંચો: Petrol Diesel Price Today: 10 દિવસમાં પેટ્રોલ 2.80 અને ડીઝલ 3.30 રૂપિયા મોંઘુ થયું, જાણો શું છે વૈશ્વિક બજારની સ્થિતિ

આ પણ વાંચો: SENSEX : TOP – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં 2.32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો, RIL બની TOP GAINER

Next Article