SENSEX : TOP – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં 2.32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો, RIL બની TOP GAINER
શુક્રવારે સેન્સેક્સે ફરી 60,000 નો આંકડો પાર કર્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રિપોર્ટિંગ સપ્તાહમાં રૂ 93,823.76 કરોડ વધીને રૂ. 16,93,170.17 કરોડ થયું છે. TCS નું માર્કેટ વેલ્યુએશન રૂ 76,200.46 કરોડના ઉછાળા સાથે 14,55,687.69 કરોડ હતું.
સેન્સેક્સ(SENSEX)ની ટોચની 10 કંપનીઓમાંથી ચારની માર્કેટ કેપ(Market Capitalisation)માં ગત સપ્તાહે સામૂહિક રૂ. 2,32,800.35 કરોડનો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સૌથી વધુ વધ્યા હતા. ગત સપ્તાહે BSEના 30 શેરો વાળા સેન્સેક્સ 1,293.48 પોઈન્ટ અથવા 2.20 ટકા વધ્યા હતા.
શુક્રવારે સેન્સેક્સે ફરી 60,000 નો આંકડો પાર કર્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રિપોર્ટિંગ સપ્તાહમાં રૂ 93,823.76 કરોડ વધીને રૂ. 16,93,170.17 કરોડ થયું છે. TCS નું માર્કેટ વેલ્યુએશન રૂ 76,200.46 કરોડના ઉછાળા સાથે 14,55,687.69 કરોડ હતું.
કઈ કંપનીને કેટલો ફાયદો? આ સમયગાળા દરમિયાન ઇન્ફોસિસની બજાર સ્થિતિ રૂ 24,857.35 કરોડ વધીને રૂ 7,31,107.12 કરોડ અને બજાજ ફાઇનાન્સની રૂ 12,913.91 કરોડ વધીને રૂ 4,66,940.59 કરોડ થઇ છે. એચડીએફસી બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 10,881.09 કરોડ વધીને રૂ. 8,87,210.54 કરોડ થયું છે. ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન 7,403.24 કરોડ રૂપિયા વધીને 4,87,388.37 કરોડ થયું છે. એ જ રીતે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બજાર સ્થિતિ 5,310.14 કરોડ રૂપિયા વધીને 4,08,479.47 કરોડ અને HDFC ની સ્થિતિ 1,410.4 કરોડ રૂપિયા વધીને 4,91,841.14 કરોડ રૂપિયા થઈ છે.
હિન્દુસ્તાન યુનિલિવર અને કોટક મહિન્દ્રા બેંક માર્કેટ કેપમાં ઘટાડો તેજીના ટ્રેન્ડથી વિપરીત હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં રૂ 14,614.46 કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને 6,20,362.58 કરોડ થઈ ગયું છે બીજીતરફ કોટક મહિન્દ્રા બેંકનું મૂલ્યાંકન 11,697.38 કરોડ ઘટીને રૂ. 3,83,866.29 કરોડ થયું છે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે તે બાદ અનુક્રમે TCS, HDFC બેંક, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, ICICI બેંક, બજાજ ફાઈનાન્સ, SBI અને કોટક મહિન્દ્રા બેંકે સ્થાન જાળવી રાખ્યું છે.
FPI એ ઓક્ટોબરમાં શેર બજારોમાં 1,997 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) ભારતીય બજારોમાં ખરીદારી ચાલુ રાખી છે. FPIs એ 1-8 ઓક્ટોબર દરમિયાન ભારતીય બજારોમાં 1,997 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આવી સ્થિતિમાં, ભારત લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં FPIs માટે આકર્ષક રોકાણ બજાર રહ્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPI એ ઓક્ટોબરમાં ઇક્વિટીમાં રૂ. 1,530 કરોડ તથા ડેટ અને બોન્ડ માર્કેટમાં રૂ 467 કરોડનું રોકાણ કર્યું છે. આ રીતે તેમનું ચોખ્ખું રોકાણ 1,997 કરોડ રૂપિયા રહ્યું છે.
આ પણ વાંચો : IPO : ભારતીય કંપનીઓએ 9 મહિનામાં IPO દ્વારા 9.7 અબજ ડોલર એકત્રિત કર્યા, છેલ્લા 20 વર્ષના રેકોર્ડ તૂટ્યા