Make In India: 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન ખરીદશે ભારતીય વાયુસેના, 1.25 લાખ કરોડનો કરાશે ખર્ચ

|

Oct 05, 2021 | 11:36 PM

એરચીફ માર્શલ વિવેક રામ ચૌધરી તાજેત્તરમાં જ ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા છે. તેમને આરકેએસ ભદોરિયાની જગ્યા લીધી છે. આરકેએસ ભદોરિયા 42 વર્ષની સેવા બાદ આજે નિવૃત થયા હતા.

Make In India: 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન ખરીદશે ભારતીય વાયુસેના, 1.25 લાખ કરોડનો કરાશે ખર્ચ

Follow us on

ભારતીય વાયુસેના (Indian Air Force) સતત પોતાની તાકાત વધારવામાં જોડાઈ છે. તેની હેઠળ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન(Multirole Fighter Aircraft)ની ખરીદીની તૈયારી કરવામાં આવી રહી છે. તેના માટે 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના એરચીફ માર્શલ વી.આર.ચૌધરી (Vivek Ram Chaudhary)એ તેની જાણકારી આપી.

 

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

તેમને જણાવ્યું કે આ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન દ્વારા વાયુસેનામાં ઓછા પડતા ફાઈટર એરક્રાફ્ટ સ્કવાડ્રનની સંખ્યાને ટેકલ કરવામાં આવશે. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય વાયુસેના 36 અને રાફેલ ફાઈટર વિમાનનો ઓર્ડર આપશે. તેની પર તેમને કહ્યું કે રાફેલ પણ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાનનો ભાગ હશે.

 

 

એરચીફ માર્શલ વિવેક રામ ચૌધરી તાજેત્તરમાં જ ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા છે. તેમને આરકેએસ ભદોરિયાની જગ્યા લીધી છે. આરકેએસ ભદોરિયા 42 વર્ષની સેવા બાદ આજે નિવૃત થયા હતા. નવા વાયુસેના પ્રમુખ ચૌધરી વાયુસેનાની પશ્ચિમી વાયુ કમાનના કમાન્ડર-ઈન-ચીફ તરીકે કામ કરી ચૂક્યા છે.

 

આ કમાનની પાસે સંવેદનશીલ લદ્દાખ ક્ષેત્ર (LAC)ની સાથે સાથે ઉત્તર ભારતના અન્ય ભાગમાં દેશના વાયુક્ષેત્રની સુરક્ષાની જવાબદારી હોય છે. ત્યારે વી.આર.ચૌધરી નવા વાયુસેના પ્રમુખ બન્યા બાદ ચીનની સાથે સંબંધોમાં થોડો સુધારો થવાની અપેક્ષા છે. ત્યારે નિવૃતિ પહેલા આર.કે.એસ ભદોરિયાએ આજે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્માકર પર શ્રદ્ધા સુમન અર્પિત કરી.

 

3800 કલાકથી વધારે સમય ઉડાવ્યા છે એરક્રાફ્ટ

રાષ્ટ્રીય સુરક્ષા એકેડમીના પૂર્વ વિદ્યાર્થી અને એરચીફ માર્શલ ચૌધરી 29 ડિસેમ્બર 1982ના રોજ ભારતીય વાયુસેનામાં સામેલ થયા હતા. લગભગ 38 વર્ષના કરિયરમાં તેમને ભારતીય વાયુસેનાના અલગ અલગ પ્રકારના ફાઈટર અને ટ્રેનિંગ એરક્રાફ્ટસ ઉડાવ્યા છે. તેમને મિગ-21, મિગ-23 એમએફ, મિગ-29 અને સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર વિમાનોને 3,800 કલાકથી વધારે ઉડાનનો અનુભવ છે.

 

આ પણ વાંચો: Taiwan-China Tension: તાઈવાનના વિદેશ મંત્રીએ ચીનને ચેતવણી આપતા કહ્યું- ચીડવવાનો પ્રયાસ કરશો તો અમે યુદ્ધ માટે તૈયાર

 

આ પણ વાંચો: Lakhimpur Violence : મૃતક ત્રણ ખેડૂતોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, એકના પરિવારે ફરી પોસ્ટમોર્ટમની માંગણી કરી

 

આ પણ વાંચો: Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

Next Article