‘મેક ઈન ઈન્ડિયા’ યોજના હેઠળ ભારતીય વાયુસેના ખરીદશે 114 ફાઈટર એરક્રાફ્ટ

|

Jun 12, 2022 | 4:29 PM

આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'આત્મનિર્ભર ભારત યોજના' (આત્મનિર્ભર ભારત)ને પ્રોત્સાહન આપશે. 'બાય ગ્લોબલ એન્ડ મેક ઈન ઈન્ડિયા' યોજના હેઠળ ભારતીય વાયુસેના 114 મલ્ટીરોલ ફાઈટર એરક્રાફ્ટ (Multirole Fighter Aircraft) ખરીદવાની યોજના બનાવી રહી છે.

મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ ભારતીય વાયુસેના ખરીદશે 114 ફાઈટર એરક્રાફ્ટ
File Image

Follow us on

ભારતીય વાયુસેના (Indian Air Force) ‘આત્મનિર્ભર ભારત’ (Aatmanirbhar Bharat) યોજનાને આગળ વધારવા માટે વધુ એક નવું પગલુ ભરવા જઈ રહી છે. ભારતીય વાયુસેના 114 ફાઈટર એરક્રાફ્ટને (Fighter Jets) સામેલ કરવાની યોજના બનાવી રહ્યુ છે, જેમાંથી 96 એરક્રાફ્ટ ભારતમાં જ બનશે. જ્યારે બાકીના 18 ફાઈટર જેટ આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા વિદેશી વિક્રેતાઓ પાસેથી આયાત કરવામાં આવશે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘આત્મનિર્ભર ભારત યોજના’ (આત્મનિર્ભર ભારત)ને પ્રોત્સાહન આપશે. ‘બાય ગ્લોબલ એન્ડ મેક ઈન ઈન્ડિયા’ યોજના હેઠળ ભારતીય વાયુસેના 114 મલ્ટીરોલ ફાઈટર એરક્રાફ્ટ (Multirole Fighter Aircraft) ખરીદવાની યોજના બનાવી રહી છે.

 

આ યોજના હેઠળ ભારતીય કંપનીઓને વિદેશી વિક્રેતા સાથે ભાગીદારી કરવાની મંજૂરી આપવામાં આવશે. સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે “ભારતીય વાયુસેનાએ તાજેતરમાં વિદેશી વિક્રેતાઓ સાથે બેઠક યોજી હતી અને તેમની સાથે “મેક ઈન ઈન્ડિયા” પ્રોજેક્ટને અમલમાં મૂકવાની રીતો પર ચર્ચા કરી હતી. પ્લાનિંગ અનુસાર શરૂઆતના 18 ફાઈટર જેટની આયાત બાદ આગામી 36 ફાઈટર જેટ દેશની અંદર બનાવવામાં આવશે. આ માટે ચૂકવણી વિદેશી ચલણ અને ભારતીય ચલણમાં કરવામાં આવશે.

પાકિસ્તાન-ચીન સાથે ટક્કર લેવામાં મળશે મદદ

સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા 60 વિમાન ભારતીય ભાગીદારની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી હશે અને તેના માટે સરકાર માત્ર ભારતીય ચલણમાં જ ચૂકવણી કરશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ભારતીય ચલણમાં ચુકવણીથી વેચાણકર્તાઓને “મેક ઈન ઈન્ડિયા” પ્રોજેક્ટનો 60 ટકા લાભ મેળવવામાં મદદ મળશે. બોઈંગ, મિગ, સાબ, લોકહીડ માર્ટિન, ઈરકુટ કોર્પોરેશન અને ડસોલ્ટ એવિએશન સહિતના વૈશ્વિક એરક્રાફ્ટ ઉત્પાદકો ટેન્ડરમાં ભાગ લે તેવી અપેક્ષા છે. ભારતીય વાયુસેનાને તેના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે ટક્કર લેવા માટે આ 114 ફાઈટર પ્લેન પર ઘણી હદ સુધી નિર્ભર રહેવું પડશે.

Next Article