પતિએ પત્નીને ગિફ્ટ કર્યુ તાજમહેલ જેવુ જ અદ્દલ ઘર ! ત્રણ વર્ષે તૈયાર થયેલા ઘરને જોઈ લોકોને યાદ આવી ગયા અસ્સલ શાહજહાં

|

Nov 22, 2021 | 6:16 PM

બુરહાનપુરના શિક્ષણવિદ આનંદ પ્રકાશ ચૌકસેએ તેમની પત્ની મંજુષાને તાજમહેલ જેવું ઘર ગિફ્ટ કર્યું છે. ઘરમાં 4 શયનખંડ, એક રસોડું, એક પુસ્તકાલય અને એક ધ્યાન ખંડ છે. આ તાજમહેલ જેવા ઘરમાં પણ ઓરિજીનલ તાજમહેલ જેવા મિનારા છે.

પતિએ પત્નીને ગિફ્ટ કર્યુ તાજમહેલ જેવુ જ અદ્દલ ઘર ! ત્રણ વર્ષે તૈયાર થયેલા ઘરને જોઈ લોકોને યાદ આવી ગયા અસ્સલ શાહજહાં
House like Tajmahal

Follow us on

જે રીતે શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં તાજમહેલ(Taj Mahal) બનાવડાવ્યો હતો તે જ રીતે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના બુરહાનપુરમાં એક વ્યક્તિએ તેની પત્નીને તાજમહેલ જેવું ઘર(Home) ગિફ્ટ કર્યું છે. પ્રકાશ ચૌકશે તેમની પત્નીને પ્રેમની નિશાની(A sign of love) આપવા માગતા હતા. જેથી તેમણે તેમની પત્ની માટે હુબહુ તાજમહેલ જેવુ જ ઘર બનાવીને આપ્યુ છે.

 

બુરહાનપુરમાં શિક્ષણવિદ આનંદ પ્રકાશ ચૌકસેએ પ્રેમના પ્રતીક સમા તાજમહેલરૂપી ઘરને તેમની પત્ની મંજુષાનેને ગિફ્ટ કર્યુ છે.આ ઘરમાં 4 શયનખંડ, એક રસોડું, એક પુસ્તકાલય અને એક ધ્યાન ખંડ છે. ઘર બનાવવામાં 3 વર્ષનો લાંબો સમય લાગ્યો. જેથી તાજમહેલ હવે માત્ર આગ્રામાં જ નથી. તે બુરહાનપુરમાં પણ જોવા મળશે.

તાપ્તિ નદીના કિનારે જ બીજો તાજમહેલ
મુઘલ ઈતિહાસમાં એવો ઉલ્લેખ છે કે શાહજહાંની પત્ની મુમતાઝનું મૃત્યુ બુરહાનપુરમાં થયું હતું અને શાહજહાંએ તાજમહેલ બનાવવા માટે તાપ્તી નદીનો કિનારો પસંદ કર્યો હતો. જોકે, બાદમાં આગ્રામાં તાજમહેલ બનાવવામાં આવ્યો હતો. હવે તાપ્તિ નદીના કિનારે આવેલા બુરહાનપુરમાં જ પ્રકાશ ચૌકસેએ તાજમહેલ જેવુ ઘર બનાવી દીધુ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કેટલા એરિયામાં બનાવાયુ તાજમહેલ જેવુ ઘર?
તાજમહેલ જેવા ઘરનો વિસ્તાર મિનાર સહિત 90X90 છે. મૂળભૂત માળખું 60X60 નું છે. ડોમને 29 ફૂટ ઊંચો રાખવામાં આવ્યો છે. તાજમહેલ જેવા ઘરમાં એક મોટો હોલ છે, 2 બેડરૂમ નીચે, 2 બેડરૂમ ઉપરના માળે છે. એક રસોડું, એક પુસ્તકાલય અને એક ધ્યાન ખંડ બનાવવામાં આવ્યો છે.

ઉત્તમ કારીગરોની લેવાઇ મદદ
તાજમહેલ જેવા બુરહાનપુરના ઘરને રાજસ્થાન, મુંબઈ, બંગાળ, સુરતના કલાકારોએ શણગાર્યું છે. ઘરની અંદર કોતરણી માટે બંગાળ અને ઈન્દોરના કલાકારોની મદદ લેવામાં આવી છે. રાજસ્થાનના મકરાણાના કારીગરો દ્વારા ઘરનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. આગ્રાના ઉત્તમ કારીગરો દ્વારા જડવાનું કામ કરવામાં આવ્યું છે. ઘરમાં વપરાતા ફર્નિચરનું કામ સુરત અને મુંબઈના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ઘરને ઈન્ડિયન કન્સ્ટ્રકટિંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર ઓફ MPનો એવોર્ડ મળ્યો છે.

એન્જિનિયર્સની સખત મહેનત 
તાજમહેલ જેવું ઘર બનાવનાર એન્જિનિયરે કહ્યું કે તાજમહેલ જેવા ઘરના નિર્માણમાં અનેક અવરોધો હતા. કારણ કે, આ માટે તેણે વાસ્તવિક તાજમહેલનો નજીકથી અભ્યાસ કરવો પડ્યો હતો પરંતુ આનંદ પ્રકાશ ચૌકસીના અતૂટ વિશ્વાસને કારણે ટેકનિકલ ટીમ તાજમહેલ જેવું ઘર બનાવવામાં સફળ રહી હતી.

ઓરિજિનલ તાજમહેલ મકબરો છે
આગ્રામાં આવેલો તાજમહેલ વિશ્વભરમાં જાણીતો છે. તે એક સુંદર અને આકર્ષક ઈમારત છે પણ હકીકત એ પણ છે કે તે એક મકબરો છે. મકબરામાં મૃત વ્યક્તિના મૃતદેહને રાખવામાં આવે છે. મોટા ભાગે આવા મકબરા કોઇ ખ્યાતિ પામેલા વ્યક્તિના મૃત દેહને દફનાવાનું સ્થળ હોય છે.આગ્રામાં આવેલો તાજમહેલ એ મુમતાજના મૃતદેહને દફનાવી તેની ઉપર બનાવેલો મકબરો છે.

બુરહાનપુરમાં બનેલા તાજમહેલ જેવા ઘરને પ્રકાશ ચૌકસે પોતાની પત્નીને રહેવા માટે જ બનાવ્યુ છે. ઘરની અંદર અને બહાર એવી રીતે લાઇટિંગ કરવામાં આવી છે કે રાતના અંધારામાં પણ આ ઘર અસલી તાજમહેલ જેવું લાગે.

આ પણ વાંચો: Rajasthan: નવી કેબિનેટમાં પણ ‘પ્રાદેશિક અસંતુલન’ યથાવત ! 16 જિલ્લામાંથી એક પણ મંત્રી નહી અને 4 જિલ્લામાંથી અડધુ કેબિનેટ, CMના 6 સલાહકાર પર સવાલ

આ પણ વાંચો: Rajkot: ઉત્કર્ષ ગ્રુપ પર GSTના દરોડા, આટલા કરોડની કરચોરીનો પર્દાફાશ, માલિકને ઉપડ્યો છાતીમાં દુખાવો

Published On - 6:14 pm, Mon, 22 November 21

Next Article