Manipur બાદ હવે બંગાળના હાવડાની ઘટનાથી દેશ શર્મસાર, મહિલા ઉમેદવારને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવી
મહિલા ઉમેદવારનો આરોપ છે કે તૃણમૂલ કાર્યકર્તાઓએ તેને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં પરેડ કરાવી હતી. આ ઘટના હાવડા જિલ્લાના પાંચલા વિસ્તારની છે. આ મામલે પાંચલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

મણિપુરની ઘટના હજુ શાંત પણ નથી થઈ કે બંગાળમાં મહિલાઓ પર હિંસા અને તેમને નગ્ન કરીને પરેડ કરવાનો મામલો સામે આવ્યો છે. એક ગ્રામ પંચાયતની મહિલા ઉમેદવારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર છેડતી અને શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના 8 જુલાઈની કહેવાય છે, જે દિવસે બંગાળમાં પંચાયતની ચૂંટણી થઈ હતી. મહિલા ઉમેદવારનો આરોપ છે કે તૃણમૂલ કાર્યકર્તાઓએ તેને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં પરેડ કરાવી હતી. આ ઘટના હાવડા જિલ્લાના પાંચલા વિસ્તારની છે. આ મામલે પાંચલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: Breaking News: હથિયારો સાથે CM મમતા બેનર્જીના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો શખ્સ, શંકા જતા કરાઈ ધરપકડ
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તૃણમૂલના લગભગ 40-50 બદમાશોએ તેની સાથે મારપીટ કરી હતી. મને છાતી અને માથા પર લાકડી વડે માર મારવામાં આવ્યો અને મને મતદાન મથકની બહાર ફેંકી દેવામાં આવી હતી. FIRની નકલમાં તૃણમૂલના ઉમેદવાર હેમંત રાય, નૂર આલમ, અલ્ફી એસકે, રણબીર પંજા સંજુ, સુકમલ પંજા સહિત ઘણા લોકોના નામ છે.
મહિલાએ વધુમાં કહ્યું કે તેઓએ મારા કપડા ફાડવાનો પ્રયાસ કર્યો અને મને નિર્વસ્ત્ર કરવા દબાણ કર્યું. બધાની સામે મારી છેડતી કરી. મને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. બંગાળ ભાજપના સહપ્રભારી અમિત માલવિયાએ આને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું- ‘શું મમતા બેનર્જીને કોઈ શરમ છે? આ ઘટના તમારા રાજ્ય સચિવાલયથી થોડે દૂર બની હતી. તમે નિષ્ફળ મુખ્યમંત્રી છો અને તમારે તમારા બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શું હતી મણિપુરની ઘટના
દેશના આ પહાડી રાજ્યમાં 4 મેના રોજ હિંસા શરૂ થઈ હતી, આ ઘટના પણ તે જ દિવસે બની હતી, જેના પર લગભગ અઢી મહિના પછી હંગામો થઈ રહ્યો છે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં એક સમુદાયના લોકોએ આખા ગામ પર હુમલો કર્યો, આ દરમિયાન બે મહિલાઓ કુલ 5 લોકો સાથે ત્યાંથી ભાગી ગઈ. ગુસ્સે ભરાયેલા ટોળાએ તે બધાને ગામની બહાર પકડી લીધા, પુરુષોને માર્યા અને મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું.
ટોળાએ બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ઉતારી અને તેમના પર જાતીય હુમલો કર્યો, જેમાંથી એક પર બળાત્કાર થયો. 19 જુલાઈના રોજ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો હતો. મણિપુરના આ વીડિયોની સોશિયલ મીડિયાથી લઈને રોડ, સંસદથી લઈને કોર્ટ સુધી દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી.