ઝારખંડના ધનબાદની હોસ્પિટલમાં ભીષણ આગ, બે તબીબ સહિત છના મોત

Utpal Patel

|

Updated on: Jan 28, 2023 | 10:34 AM

Dhanbad Hospital Fire: ઝારખંડના ધનબાદમાં એક મોટી દુર્ઘટના બની છે. ધનબાદમાં એક હોસ્પિટલમાં આગ લાગતા છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

ઝારખંડના ધનબાદની હોસ્પિટલમાં ભીષણ આગ, બે તબીબ સહિત છના મોત
ધનબાદની હોસ્પિટલમાં આગ

શુક્રવારે રાત્રે ઝારખંડના ધનબાદના પુરાણા બજાર સ્થિત હઝરા હોસ્પિટલમાં આગ લાગવાથી બે ડોક્ટરો (પતિ-પત્ની) સહિત છ લોકોના મોત થયા હતા. આ મોટી દુર્ઘટનામાં ડૉક્ટર દંપતી વિકાસ હઝરા અને ડૉ.પ્રેમા હઝરાનું મૃત્યુ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે તેણે હોસ્પિટલના પહેલા માળને લપેટમાં લીધું હતું. જેના કારણે હોસ્પિટલના અન્ય ભાગોમાં પણ લોકોને અસર થઈ હતી. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

અકસ્માત સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા. આગ ઓલવવા માટે બાથરૂમના ટબ અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી અને રૂમની અંદર એટલો ધુમાડો હતો કે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો.

આ ઘટના પર મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કર્યું કે, ‘ધનબાદની હઝરા મેમોરિયલ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગને કારણે ડૉક્ટર દંપતી ડૉ. વિકાસ અને ડૉ. પ્રેમા હઝરા સહિત 6 લોકોના મોતથી હૃદય વ્યથિત છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.’

9 લોકોને બચાવી લેવાયા છે

જ્યારે ફાયર વિભાગને આગની માહિતી મળી, ત્યારે બે ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હોસ્પિટલની બંને બાજુના કુલ 9 લોકોને બચાવ્યા હતા. આ તમામને નજીકના પાટલીપુત્ર નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માતનું મુખ્ય કારણ સલામતીમાં બેદરકારી છે

ફાયર વિભાગના કર્મચારીઓના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં આગને રોકવા માટે કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા નહોતી. અહી એન્ટી ફાયર મશીન પણ એક્ટીવ ન હતું તેથી ઘટનાનું કારણ સુરક્ષામાં બેદરકારી ગણી શકાય. બીજી તરફ, આજુબાજુના લોકો આ અકસ્માતથી ખૂબ જ આઘાત, દુઃખી અને ચિંતિત છે, હોસ્પિટલની બાજુમાં જ 15-16 માળનું એક મોટું એપાર્ટમેન્ટ (એમ્પાયર, હાર્મની) પણ છે. આગ નજીકના બિલ્ડીંગ સુધી પહોંચી શકી હોત, પરંતુ મોટા ટાવરવાળા મકાનોમાં પણ અકસ્માતને અટકાવવા માટે કોઈ ખાસ વ્યવસ્થા નહોતી.

તબીબ દંપતિના મોતથી દર્દી દુઃખી

ડૉ. પ્રેમા હઝરા અને તેમના પતિ ડૉ. વિકાસ હઝરાનાં મૃત્યુના સમાચાર સાંભળીને હૉસ્પિટલ પહોંચેલા દર્દીઓના કેટલાક સંબંધીઓ પણ હતા. કોલકાતાથી આવેલા પરિવારના એક સદસ્યએ પોતાની વ્યથાને ભાવુક રીતે જણાવતા કહ્યું કે પ્રેમા હજારા ગરીબોના મસીહા હતા, તેઓ દરેકનું ધ્યાન રાખતા હતા, તેમના જવાથી ગરીબ દર્દીઓને ઘણું નુકસાન થયું છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati