AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History: વીર સાવરકર કોણ હતા ? RSSમાં ન હોવા છતાં તેમને મળ્યો હતો સંઘ પરિવારમાં આદર

History: મહારાષ્ટ્રના નાસિક નજીક ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ઉગ્ર રાષ્ટ્રવાદી નેતા હતા

History: વીર સાવરકર કોણ હતા ? RSSમાં ન હોવા છતાં તેમને મળ્યો હતો સંઘ પરિવારમાં આદર
વિનાયક દામોદર સાવરકરની આજે 138મી જન્મજયંતિ
| Updated on: May 28, 2021 | 2:06 PM
Share

History: મહારાષ્ટ્રના નાસિક નજીક ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ઉગ્ર રાષ્ટ્રવાદી નેતા હતા.

ભારતીય સ્વતંત્રતા ચળવળના લડવૈયા અને રાષ્ટ્રવાદી નેતા વિનાયક દામોદર સાવરકરની આજે 138મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર સહિતના ઘણા લોકોએ સાવરકરને શ્રદ્ધાંજલિ આપી છે. પરંતુ શું તમે જાણો છો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનસંઘના સભ્ય ન હોવા છતાં, સંઘ પરિવારમાં વીર સાવરકરનું નામ ખૂબ જ આદર અને સન્માન સાથે લેવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં ભારતની “હિન્દુવાદી” ઓળખ બનાવવામાં મોટું યોગદાન

મહારાષ્ટ્રના નાસિક નજીક ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકર વકીલ, રાજકારણી, કવિ, લેખક અને નાટ્ય લેખક હતા. રાજકારણમાં હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારાના વિકાસમાં સાવરકરનો મોટો ફાળો માનવામાં આવે છે. વીર સાવરકર જ હતા કે જેમણે ભારતને આખા વિશ્વમાં હિન્દુ તરીકે ઓળખ આપવા માટે “હિન્દુત્વ” શબ્દ આપ્યો હતો.

વીર સાવરકરના મતે હિંદુ ધર્મની આ વ્યાખ્યા હતી

વીર સાવરકરે ‘હિન્દુત્વ-વુ ઇઝ હિન્દુ ?’ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં, તેમણે પહેલા હિન્દુત્વનો રાજકીય વિચારધારા તરીકે ઉપયોગ કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર નીલંજન મુખોપાધ્યાયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સાવરકરના મતે ભારતમાં રહેતો વ્યક્તિ મૂળભૂત રીતે હિન્દુ છે અને આ-જ હિન્દુત્વ શબ્દની વ્યાખ્યા છે. જે વ્યક્તિની પિતૃ ભૂમિ, માતૃભૂમિ અને પૂણ્ય ભૂમિ ભારત છે તે આ દેશનો નાગરિક છે. જો કે આ દેશ કોઈપણ માટે પિતૃભૂમિ કે માતૃભૂમિ બની શકે છે. પરંતુ પુણ્યભૂમિ નહી.

વીર સાવરકર વિશે જાણો કેટલીક મહત્વની વાતો

1. કિશોર વયે, વીર સાવરકરે એક યુવા સંગઠનની રચના કરી, જેને મિત્રમેળો તરીકે ઓળખવામાં આવતું હતું. આ સંગઠન ક્રાંતિકારી વિચારોનું હિમાયત કરતું હતું.

2. તેઓ નાનપણથી હિન્દુત્વના હિમાયતી હતા. જ્યારે તે 12 વર્ષના હતા, ત્યારે મુસ્લિમો દ્વારા હિન્દુઓ પર કરવામાં આવતા ‘અત્યાચારો’ સામે બદલો લેવા સાવરકર તેના સ્કૂલના મિત્રોને એક મસ્જિદમાં તોડફોડ કરવાની પ્રેરણા આપી હતી. જ્યોતિર્મય શર્માના પુસ્તક “હિન્દુત્વ: હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારા” માં તેનો ઉલ્લેખ છે.

3. પુણેની ફર્ગ્યુસન કોલેજમાં બી.એ.ના અભ્યાસ દરમિયાન લોકમાન્ય ટિળકના વિદેશી કપડાંના બહિષ્કારની ચળવળથી તેઓ પ્રેરાયા હતા. 7 ઓક્ટોબર, 1905 ના રોજ, દશેરા દરમિયાન, સાવરકરે તમામ વિદેશી કપડાં અને માલ સળગાવી દીધો હતો.

4. સાવરકરની મોરલે-મિન્ટો સુધારણા વિરુદ્ધ સશસ્ત્ર બળવાના કાવતરાના આરોપસર 1909 માં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પાણીમાં ડૂબકી મારીને ભાગવાનો પ્રયાસ કર્યો પણ તેની ધરપકડ કરવામાં આવી. 1911 માં, તેમને બે આજીવન કેદની સજા કરાઇ હતી, એટલે કે, 50 વર્ષની ઉંમરે અંદમાન જેલમાં, તેમને કાલા પાનીની સજા ભોગવી હતી.

5. સાવરકરને જ્યારે અંદમાન જેલમાં હતા ત્યારે બ્રિટિશ સરકારે તેમને “દયાની અરજી કરવા” દબાણ કરવામાં આવતું હતું. પરંતુ, તેઓ ટસથી મસ ન થતા સરકારે “દેશદ્રોહી” પણ ઠેરવ્યા હતા.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">