
દેશના પહાડી રાજ્યોમાં ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને જમ્મુકાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં વરસાદે જે વિનાશ વેર્યો છે તે સહુ કોઈએ જોયો છે. હિમાચલ પ્રદેશમાં અને ખાસ કરીને કૂલુ મનાલીથી જે ડરામણા દૃશ્યો સામે આવ્યા તે વ્યથિત કરી દેનારા હતા. લેન્ડ સ્લાઈડ અને ભૂસ્ખલનની મારથી જમ્મુકાશ્મીર પણ બાકાત નથી રહી શક્યુ. ત્યારે જો આપણે વિચારી રહ્યા હોય કે પહાડોની લેન્ડસ્લાઈડ અને નદીઓના પૂરથી સર્જાયેલો વિનાશ, વાદળો ફાટવાથી થઈ રહેલુ નુકસાન એ માત્ર આ પહાડી રાજ્યો પૂરતી સમસ્યા છે તો આ ભૂલભરેલુ છે. જો આ પહાડોની વ્યવસ્થા ખોરવાશે તો મેદાની વિસ્તારો પણ સુરક્ષિત નહીં રહી શકે. પહાડો તૂટશે તો મેદાનો પણ ઝપેટમાં આવશે. જેની તસવીરો હાલ પંજાબથી સામે આવી જ રહી છે. પંજાબમાં આ વર્ષનું સૌથી ભયાનક પૂર જોવા મળી રહ્યુ છે. જે આજ સુધી ક્યારેય આવ્યુ નથી. પંજાબના અનેક જિલ્લાઓ, શહેરો અને ગામોના ગામ તણાઈ ગયા છે. જેનાથી લાખો લોકો પ્રભાવિત થયા છે. લાખો લોકોના ઢોર ઢાંખર, ઘરો, દુકાનો બધુ જ પૂર...
Published On - 8:26 pm, Sun, 7 September 25