Hijab Case : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જોઈએ, તમામ વિદ્યાર્થીઓએ ડ્રેસ કોડનું કરવું જોઈએ પાલન

|

Feb 08, 2022 | 7:52 PM

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી છે કે રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજો આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે. સીએમ બોમાઈએ વિદ્યાર્થીઓને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે.

Hijab Case : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જોઈએ, તમામ વિદ્યાર્થીઓએ ડ્રેસ કોડનું કરવું જોઈએ પાલન
Union Minister Prahalad Joshi File Photo

Follow us on

કૉલેજોમાં હિજાબ (Hijab) પહેરવાની તરફેણમાં અને વિરુદ્ધમાં કર્ણાટક (Karnataka) ના ઘણા ભાગોમાં ઉગ્ર દેખાવો વચ્ચે, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી (Union Minister Prahalad Joshi) એ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં નિર્ધારિત ડ્રેસ કોડનું પાલન કરવું જરૂરી છે. હિજાબ વિવાદ (Hijab Controversy) પર પ્રહલાદ જોશીએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓએ શાળા કે વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. કારણ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે. તેમણે કહ્યું, ‘આપણે તે જોવાની જરૂર છે કે આખરે વિદ્યાર્થીઓને ઉશ્કેરનારા લોકો કોણ છે?’

હિજાબના વિવાદ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ (CM Basavaraj Bommai) એ આગામી ત્રણ દિવસ માટે તમામ હાઈસ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. સીએમ બોમાઈએ કહ્યું, ‘અમે કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશની રાહ જોઈ રહ્યા છીએ. હું વિદ્યાર્થીઓને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરું છું.” તેમણે કહ્યું, ‘મેં શાળા પ્રશાસનને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ અથડામણ ન થાય. બહારથી આવેલા તમામ સંબંધિત વ્યક્તિઓને ઉશ્કેરણીજનક નિવેદનો ન કરવા અપીલ કરવામાં આવે છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

હિજાબ વિવાદ પર સરકાર સંસદમાં નિવેદન આપે – કોંગ્રેસ

આ દરમિયાન કોંગ્રેસે (Congress) સરકારને હિજાબ વિવાદ અંગે સંસદમાં નિવેદન આપવાની અપીલ કરી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે ગૃહમાં કર્ણાટકની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સરકારે આ અંગે સંસદમાં નિવેદન આપવું જોઈએ. તેમણે નીચલા ગૃહમાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. “અમે ગૃહની અંદર “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ” વિશે વાત કરીએ છીએ. પરંતુ દેશમાં કેટલીક જગ્યાએ ધર્મના આધારે ઘૃણાસ્પદ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી.

કર્ણાટક હાઈકોર્ટમાં આજે સુનાવણી

તેમણે કહ્યું, ‘ઘણા હિંદુઓ તિલક લગાવે છે. ઘણી મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે. કર્ણાટક અને અન્ય કેટલાક સ્થળોએ હિજાબ પહેરતી મુસ્લિમ મહિલાઓને રોકવામાં આવી રહી છે. વિવિધ ધર્મો વચ્ચે તિરાડ સર્જાઈ રહી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે સરકારે આ મામલે ગૃહમાં નિવેદન આપવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે, આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર આજે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું, ‘અમારા માટે બંધારણ ભગવદ ગીતા જેવું છે. આપણે બંધારણ પ્રમાણે કામ કરવાનું છે. અમે બંધારણના શપથ લીધા પછી એ સ્થિતિમાં આવ્યા છીએ કે લાગણીઓથી પર થઈને આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચો: Statue Of Equality: ગૃહમંત્રી અમિત શાહે રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં કહ્યું- આત્માને શાંતિ આપે છે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’

આ પણ વાંચો: ગુજરાતના દિવસોને યાદ કરતાં PM Modiએ કહ્યું- કેન્દ્રની કોંગ્રેસ સરકારે જે અત્યાચાર કર્યા, તે ભૂલી શકાય તેમ નથી

Next Article