લાચારી! ઈંદૌરમાં વ્યક્તિનું કોરોનાથી મોત, ચીનથી પત્નીએ વીડિયો કોલ પર આપી અંતિમ વિદાઈ

|

Apr 21, 2021 | 6:15 PM

કોરોનાએ લોકોને લાચાર બનાવી દીધા છે. લોકો એટલા મજબૂર છે કે પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કાર પણ કરી નથી શક્તા. તેવો જ એક મામલો મધ્યપ્રદેશના ઈંદૌરથી સામે આવ્યો છે.

લાચારી! ઈંદૌરમાં વ્યક્તિનું કોરોનાથી મોત, ચીનથી પત્નીએ વીડિયો કોલ પર આપી અંતિમ વિદાઈ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કોરોનાએ લોકોને લાચાર બનાવી દીધા છે. લોકો એટલા મજબૂર છે કે પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કાર પણ કરી નથી શક્તા. તેવો જ એક મામલો મધ્યપ્રદેશના ઈંદૌરથી સામે આવ્યો છે. ચીનની એક બેંકમાં કામ કરતા વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું. મૃતકના પિતાનું પણ કોરોનાને કારણે મોત થયુ હતુ, જે બાદ તે પોતાની માતાની સાર સંભાળ રાખવા માટે ભારત રોકાઈ ગયો હતો.

 

અધિકારીઓએ જણાવ્યુ કે 40 વર્ષના મનોજના મૃત દેહને મંગળવારે અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. મનોજની પત્ની પાસેથી મંજૂરી લીધા બાદ એક વોલેન્ટિયરે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન મનોજનો આખો પરિવાર ચીનથી ઓનલાઈન તેમના અંતિમ સંસ્કારને જોઈ રહ્યા હતા. એસ.પી પ્રશાંત ચૌબેએ જણાવ્યુ કે મનોજ પોતાની માતાનું ધ્યાન રાખવા માટે ભારતમાં રોકાયેલા હતા. તેઓ પણ કોરોના સંક્રમિત થઈ જતા તેમને અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત બગડતી ગઈ.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

પોલીસ અને સમાજ સેવકોએ નિભાવી ફરજ

સોમવારે મનોજ કોરોના સામેની લડાઈ હારી ગયા. તેમના પરિવારને જાણ કરવામાં આવી, પરંતુ કોરોનાને કારણે તેમનો મૃતદેહ ચીન મોકલી ન શકાયો. તેવામાં તેમની પત્નીએ એક મિત્ર થકી તેમના અંતિમ સંસ્કાર માટે સંપર્ક કર્યો. મળતી માહિતી અનુસાર મનોજના મિત્રએ ઈંદૌરની એક સમાજસેવી સંસ્થાનો સંપર્ક કર્યો.

 

ત્યારબાદ આ સંસ્થાએ એડીએમ રાજેશ રાઠૌર અને એડિશનલ એસપી પ્રશાંત ચૌબેને આ જાણકારી આપી. પોલીસે બાબતની ગંભીરતા સમજીને કોરોના પ્રોટોકોલ અંતર્ગત મનોજના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી અને મનોજની પત્નીએ વીડિયો કોલ પર તેમને અંતિમ વિદાઈ આપી.

 

આ પણ વાંચો: Corona Vaccine: કેન્દ્રને 150, રાજ્યોને 400 રૂપિયામાં પડશે ડોઝ? વેક્સિનની કિંમત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Next Article