Jammu and Kashmir: જમ્મુમાં ભારે હિમવર્ષા, મુગલ રોડ બંધ, ફસાયેલા 100 લોકોને બહાર કઢાયા

|

Oct 20, 2022 | 11:49 AM

Jammu and Kashmir: ડોડા, કિશ્તવાડ, રાજૌરી, રિયાસી, પૂંચ, રામબન અને કઠુઆ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે.

Jammu and Kashmir: જમ્મુમાં ભારે હિમવર્ષા, મુગલ રોડ બંધ, ફસાયેલા 100 લોકોને બહાર કઢાયા
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા
Image Credit source: Social Media

Follow us on

Jammu and Kashmir: દક્ષિણ કાશ્મીરના શોપિયાં સાથે પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓને જોડતો મુઘલ માર્ગ ગુરુવારે જમ્મુના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને (snowfall)કારણે બંધ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવાર રાતથી ડોડા, કિશ્તવાડ, રાજૌરી, રિયાસી, પૂંચ, રામબન અને કઠુઆ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી આરંભાઇ

નાયબ પોલીસ અધિક્ષક (રાજૌરી-પુંચ રેન્જ) આફતાબ બુખારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “ભારે હિમવર્ષાને કારણે મુગલ રોડ પરનો ટ્રાફિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.” આ પહેલા 18 ઓક્ટોબરે પણ હિમવર્ષાને કારણે એક દિવસ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને બુધવારે ટ્રાફિક બંધ થતાં ત્યાં ફસાયેલા લગભગ 100 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વરસાદ અને બરફની આગાહી

હવામાન કેન્દ્ર શ્રીનગરે 19-20 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરના ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. ખીણના અનેક જિલ્લાઓમાં મંગળવારે બપોરે ભારે વરસાદ થયો હતો. અહીં દિવસનું તાપમાન 23.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી. દિવસનું તાપમાન પહેલગામમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગમાં 12.0 ડિગ્રી સેલ્સિયસ હતું.

અધિકારીઓને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે

શિયાળામાં હિમવર્ષા દરમિયાન થતી સમસ્યાઓને જોતા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંબંધિત વિભાગોના અધિકારીઓને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હિમવર્ષા પહેલા લોકોને રાશન અને અન્ય સુવિધાઓ આપવાનો નિર્દેશ છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં શિયાળો આગળ વધતો જાય છે તેમ, ઊંચા પર્વતીય વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થાય છે. આ દરમિયાન રસ્તાઓ બંધ થવા, રાશનનો અભાવ અને અન્ય સમસ્યાઓ આવે છે. તેને ધ્યાનમાં રાખીને અગાઉથી તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Published On - 11:47 am, Thu, 20 October 22

Next Article