AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ModiAt9 : સંસદ ભવનના ઉદ્ઘાટન પુર્વે મદુરાઇના આ સંતે પીએમ મોદીને લઇને કરી મોટી ભવિષ્યવાણી, 2024 માં શું ફરી PM બનશે મોદી ?

પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પણ 14મી ઓગસ્ટ 1947ની રાત્રે તેમના નિવાસસ્થાને ઘણા નેતાઓની હાજરીમાં આ 'સેંગોલ'નો સ્વીકાર કર્યો હતો. જો કે તે પછી તેને અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.

ModiAt9 : સંસદ ભવનના ઉદ્ઘાટન પુર્વે મદુરાઇના આ સંતે પીએમ મોદીને લઇને કરી મોટી ભવિષ્યવાણી, 2024 માં શું ફરી PM બનશે મોદી ?
Sengol
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 11:44 AM
Share

નવા સંસદભવનના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ 2024 માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે પાછા ફરે. નવા સંસદભવનના ઉદ્ઘાટન દરમિયાન સ્વામીગલ પીએમ મોદીને ‘સેંગોલ‘ ભેટ કરશે.

આ પણ વાંચો :Sengol History: સેંગોલ પર કેમ બિરાજમાન છે નંદી? જાણો કેવી રીતે બન્યો હતો ભારતનો પહેલો રાજદંડ

મદુરાઈ અધિનમના 293મા મુખ્ય પૂજારી 28 મે, રવિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીને રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરશે. સ્વામીગલે કહ્યું કે પીએમ મોદીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે અને દેશવાસીઓને તેમના પર ગર્વ છે.

અમને તેમના પર ગર્વ છે: સ્વામીગલ

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા સ્વામીગલે કહ્યું, “PM નરેન્દ્ર મોદી એવા નેતા છે જેમને દુનિયાભરમાંથી પ્રશંસા મળી. તે તમામ લોકો માટે સારું કામ કરી રહ્યા છે. આવતા વર્ષે 2024માં તેઓ ફરી વડાપ્રધાન બનવાના છે. અમે બધા તેમના પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ કારણ કે વિશ્વના નેતાઓ અમારા વડા પ્રધાનની પ્રશંસા કરી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે, “હું પીએમ મોદીને મળીશ અને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે તેમને રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરીશ.” આ ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ 14 ઓગસ્ટ, 1947ના રોજ પંડિત જવાહરલાલ નેહરુને અર્પણ કરવામાં આવ્યો હતો અને તે અંગ્રેજો પાસેથી ભારતમાં સત્તા સ્થાનાંતરણના પ્રતીક તરીકે આપવામાં આવ્યો હતો. હવે આ ‘સેંગોલ’ 28 મેના રોજ પીએમ મોદીને સોંપવામાં આવશે.

ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ની રચના કરનાર વુમ્મીદી બંગારુ જ્વેલર્સના ચેરમેન વુમ્મિદી સુધાકરે જણાવ્યું હતું કે, “અમે ‘સેંગોલ’ની રચના કરી છે. તે બનાવવામાં અમને એક મહિનાનો સમય લાગ્યો તે સિલ્વર અને ગોલ્ડ પ્લેટેડમાંથી બનાવવામાં આવે છે ત્યારે હું 14 વર્ષનો છોકરો હતો… અમે પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ આભારી છીએ.

‘સેંગોલ માટે સંસદ ગૃહ પવિત્ર સ્થળ’

હવે રવિવારે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થશે જ્યારે નવું સંસદ ભવન દેશને સમર્પિત થશે. આ દરમિયાન પીએમ મોદીને રાજદંડ ‘સેંગોલ’ આપવામાં આવશે અને તેઓ તેને નવા સંસદભવનમાં સ્થાપિત કરશે. તેને લોકસભા સ્પીકરની ખુરશી પાસે સ્થાપિત કરવામાં આવશે. દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પણ 14 ઓગસ્ટ 1947ની રાત્રે તેમના નિવાસસ્થાને ઘણા નેતાઓની હાજરીમાં આ ‘સેંગોલ’નો સ્વીકાર કર્યો હતો. જો કે તે પછી તેને અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.

1947ની ઘટનાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ’14 ઓગસ્ટ, 1947ની રાત્રે જવાહરલાલ નેહરુને તમિલનાડુમાં તિરુવદુથુરાઈ અધીનમ (મઠ)ના અધિમ (પાદરીઓ) વતી ‘સેંગોલ’ આપવામાં આવ્યું હતું. અંગ્રેજો દ્વારા ભારતીયોના હાથમાં સત્તા સ્થાનાંતરિત કરી હતી. વડાપ્રધાન મોદીએ હવે સેંગોલને સ્વતંત્રતાના અમર સમયના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અમિત શાહે કહ્યું કે સંસદ ભવન ઐતિહાસિક ‘સેંગોલ’ માટે સૌથી પવિત્ર સ્થળ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">