પરેશ રાવલને રાહત, HCએ કેસ ફગાવ્યો, બંગાળીઓ પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

|

Feb 06, 2023 | 1:19 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન બંગાળીઓ પરના નિવેદન બાદ વિવાદમાં ફસાયેલા ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલને સોમવારે કલકત્તા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેમની સામેનો કેસ ફગાવી દિધો છે.

પરેશ રાવલને રાહત, HCએ કેસ ફગાવ્યો, બંગાળીઓ પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
ફાઈલ ફોટો
Image Credit source: Google

Follow us on

અભિનેતા અને બીજેપી નેતા પરેશ રાવલને કલકત્તા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. બંગાળીઓ અંગેના તેમના નિવેદન બાદ કોલકાતા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. સીપીઆઈ(એમ)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે, તેમને પોલીસ સ્ટેશનમાં હાજરીની નોટિસ મોકલવામાં આવી હતી.

તેમણે કોર્ટનો દરવાજો ખટખટાવતા તાલતાલા પોલીસ સ્ટેશનની હાજરીની નોટિસને પડકારી હતી. તેની સુનાવણી કરતા હાઈકોર્ટે તેની સામે નોંધાયેલ કેસને ફગાવી દીધો છે.

આ પણ વાચો: Shehzada: પરેશ રાવલને થપ્પડ મારતા નર્વસ થઈ ગયો હતો કાર્તિક આર્યન, કહ્યું- સમજી ન શક્યો કે…

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હાઈકોર્ટના જસ્ટિસ મંથાએ કેસની સુનાવણી કરતા કહ્યું કે, તેમણે ટ્વીટ કરીને માફી માંગી છે. કોર્ટે આજે કેસ ફગાવી દીધો હતો અને પરેશ રાવલ સામેની તમામ તપાસ પર સ્ટે લગાવ્યો હતો.

હાઇકોર્ટે પરેશ રાવલ સામેની તપાસ પર સ્ટે લગાવ્યો

છેલ્લી સુનાવણીમાં સીપીએમ નેતા મોહમ્મદ સલીમના વકીલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તે જાણવા માંગે છે કે શું સમગ્ર ઘટનાને ધ્યાનમાં લીધા પછી આ ફરિયાદ જરૂરી છે. આ દિવસે વકીલોએ કહ્યું હતું કે કોર્ટને આ બાબતે જે સારું લાગે તે કરવું જોઈએ. જે બાદ કોર્ટે એફઆઈઆર રદ કરી હતી અને પરેશ રાવલ સામેની તમામ તપાસ રોકવાનો આદેશ આપ્યો હતો.

બંગાળીઓ પર ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં ફસાયા હતા

મહત્વનું છે કે, અભિનેતા પરેશ રાવલ માછલી અને ભાતમાં બંગાળીઓની પ્રથા પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાઈ ગયા હતા. અભિનેતાએ ગયા વર્ષે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતી વખતે બંગાળીઓ વિશે ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “જો ગેસ સિલિન્ડરની કિંમત વધશે તો તે ફરી સસ્તી થઈ જશે. જો મોંઘવારી વધશે તો તે નીચે આવશે. લોકોને રોજગાર પણ મળશે. ગુજરાતની જનતા મોંઘવારીની સમસ્યા સહન કરી શકે છે, પરંતુ, દિલ્હીની જેમ તમારા ઘરની બાજુમાં રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓ રહેવા માંડે તો ગેસ સિલિન્ડરનું શું? બંગાળીઓ માટે માછલી બનાવશો?” આ ટિપ્પણી વાઈરલ થતા જ બંગાળીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેની આકરી ટીકા થઈ હતી.

CPI(M)ના રાજ્ય સચિવે પરેશ રાવલ વિરુદ્ધ FIR દાખલ કરી હતી

આ નિવેદન સામે, CPI(M)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે અભિનેતા વિરુદ્ધ FIR નોંધાવી હતી.. FIR તાલતાલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેતા પરેશ રાવલને લાલબજારથી બોલાવવામાં આવ્યા હતા. પરેશ રાવલ વિરુદ્ધ દુશ્મનાવટ ફેલાવવા, ઈરાદાપૂર્વક અપમાન કરવા અને જાહેરમાં ઉપહાસ કરવા અનેક કેસ નોંધવામાં આવ્યા હતા. લાલબજારે 12 ડિસેમ્બરે પરેશ રાવલ વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું.

કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેતા વિરુદ્ધ કલમ 41A હેઠળ સમન્સ જારી કરવામાં આવ્યું હતું. તેને તાલતાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું હતું. તે નોટિસના જવાબમાં પરેશ રાવલે લાલબજારને મેઈલ મોકલ્યો હતો. અભિનેતાએ તાલતાલા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીને મેલ કર્યો હતો કે તેને કોલકાતામાં હાજર થવા માટે વધુ છ અઠવાડિયાનો સમય જોઈએ છે. તે અત્યારે ખૂબ જ વ્યસ્ત છે. જે બાદ તેણે તેની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Published On - 1:08 pm, Mon, 6 February 23

Next Article