Haryana: રણજીત સિંહ હત્યા કેસમાં CBI કોર્ટનો મોટો નિર્ણય, ગુરમીત સહિત 5 દોષિત, કોર્ટ 12 ઓક્ટોબરે સજા સંભળાવશે

|

Oct 08, 2021 | 12:20 PM

સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સીબીઆઈની વિશેષ અદાલત 12 ઓક્ટોબરે તમામ દોષિતોની સજાની જાહેરાત કરશે. 

Haryana: રણજીત સિંહ હત્યા કેસમાં CBI કોર્ટનો મોટો નિર્ણય, ગુરમીત સહિત 5 દોષિત, કોર્ટ 12 ઓક્ટોબરે સજા સંભળાવશે
CBI court's major verdict in Ranjit Singh murder case

Follow us on

Haryana: ડેરા પ્રમુખ રામ રહીમ પર ચાલી રહેલા રણજિત હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સીબીઆઈની વિશેષ અદાલત 12 ઓક્ટોબરે તમામ દોષિતોની સજાની જાહેરાત કરશે. 

બાબા રામ રહીમ પર ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાનો આરોપ છે. આ કેસમાં બાબા રામ રહીમ સહિત કૃષ્ણ લાલ, જસવીર સબદિલ અને અવતાર પણ આરોપી છે. ગુરમીત રામ રહીમ પહેલેથી જ રોહતકની સુનારિયા જેલમાં બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અંતિમ દલીલ બાદ લેવામાં આવ્યો નિર્ણય

18 ઓગસ્ટે કેસમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સીબીઆઈ કોર્ટમાં અંતિમ દલીલના તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા. સીબીઆઈ કોર્ટે બચાવ અને સીબીઆઈ પક્ષને પૂછ્યું હતું કે શું આમાં કોઈ પણ પક્ષ કોઈ અન્ય દલીલ કરવા માંગે છે. બંને પક્ષો દ્વારા આને નકારવામાં આવ્યો હતો.

Next Article