હલ્દવાની હિંસા કેસમાં પોલીસ એક્શન તેજ, ગુનેગારો ઘર છોડીને ભાગ્યા.. દિલ્હીથી યુપી સુધી શોધખોળ ચાલું

|

Feb 11, 2024 | 10:34 AM

ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં હિંસા બાદ ઉત્તરાખંડ સરકાર એક્શનમાં છે. ત્યારે બદમાશો પર પહેલા જ દિવસથી કાર્યવાહી કરવા પોલીસને આદેશ અપાયા છે. ત્યારે તેને લઈને બદમાશો ઘર છોડીને ભાગી ગયા છે. જે બાદ પોલીસ દિલ્હીથી લઈને યુપી સુધી તેમની તપાસ કરી રહી છે.

હલ્દવાની હિંસા કેસમાં પોલીસ એક્શન તેજ, ગુનેગારો ઘર છોડીને ભાગ્યા.. દિલ્હીથી યુપી સુધી શોધખોળ ચાલું
Haldwani violence

Follow us on

ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં થયેલી હિંસા પર ધામી સરકાર પહેલા દિવસથી જ બદમાશો સામે કડક કાર્યવાહી કરી રહી છે. 8 ફેબ્રુઆરીએ હિંસાની રાત્રે, અંધારાનો લાભ લઈને ઘણા બદમાશો હલ્દવાની છોડીને અન્ય રાજ્યોમાં પલાયન કરી ગયા. પોલીસની 10 જેટલી ટીમો ભાગી છૂટેલા બદમાશોને શોધવામાં વ્યસ્ત છે ત્યારે દિલ્હી થી લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં પણ પોલીસ બદમાશોની શોધી કરી રહી છે.

સીસીટીવી ફૂટેજ, મોબાઈલ વીડિયો અને બાણભૂલપુરા વિસ્તારની તપાસના આધારે પોલીસ હવે બદમાશોને તેમના ઘરમાંથી બહાર કાઢીને તેમની ધરપકડ કરી રહી છે. આ સંબંધમાં પોલીસને જાણવા મળ્યું છે કે ઘણા બદમાશોએ હિંસા કર્યા બાદ હલ્દવાની છોડી દીધી છે. પોલીસ હવે તેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. એટલા માટે અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં બદમાશોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ બદમાશોના સંબંધીઓની પણ પૂછપરછ કરી રહી છે.

5000 અજાણ્યા લોકો સામે નોંધાયો કેસ

SSP નૈનીતાલ પ્રહલાદ નારાયણ મીણાએ શનિવારે કહ્યું કે હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં હિંસાના બે દિવસ બાદ પોલીસે 19 નામ અને 5,000 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નૈનીતાલ એસએસપીએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. શહેરમાં સ્થાનિક પોલીસ દળો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) તૈનાત કરવામાં આવ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હિંસામાં 6ના મોત, 300 ઘાયલ

તેમણે એમ પણ કહ્યું કે અમે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હિંસા અંગે તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હલ્દવાનીમાં શાંતિ જાળવવા માટે કુલ 1,200 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. લગભગ 300 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 100 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. હિંસાની રાત્રે બદમાશોએ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દીધી હતી.

અત્યાર સુધીમાં પાંચની ધરપકડ

હલ્દવાની હિંસા કેસમાં નૈનીતાલના એસએસપી પ્રહલાદ મીણાએ કહ્યું કે તપાસ અને સીસીટીવીના આધારે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય પોલીસ એવા તમામ લોકોની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે જેમની વિરુદ્ધ પુરાવા સામે આવી રહ્યા છે અથવા જેમની ઓળખ થઈ રહી છે.

Published On - 10:26 am, Sun, 11 February 24

Next Article