Gyanvapi Masjid Survey: માહિતી લીક કરવા બદલ સરવે ટીમમાંથી આરપી સિંહને હટાવાયા, પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા

|

May 16, 2022 | 11:24 AM

Gyanvapi Masjid Survey: સરવે ટીમના સભ્ય આરપી સિંહ પર માહિતી લીક કરવાનો આરોપ છે જે બાદ તેમને સરવે ટીમમાં(Survey Team)થી હટાવી દેવામાં આવ્યા છે.

Gyanvapi Masjid Survey: માહિતી લીક કરવા બદલ સરવે ટીમમાંથી આરપી સિંહને હટાવાયા, પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા
RP Singh removed from survey team for leaking information

Follow us on

Gyanvapi Masjid Survey: ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં જ્ઞાનવાપી મસ્જિદનો સરવે (Gyanvapi masjid survey) સોમવારે સતત ત્રીજા દિવસે પૂર્ણ થયો હતો. દરમિયાન, ટીમના સભ્ય આર.પી. સિંહને દૂર કરવામાં આવ્યા હતા(RP Singh Removed from Survey Team). સિંહ પર કેસ સંબંધિત માહિતી લીક કરવાનો આરોપ છે. આરપી સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ ખુલાસો કર્યો હતો. આરપી સિંહે મોટો દાવો કર્યો છે અને ત્યાં સુધી કહ્યું છે કે ભોંયરામાં પુરાવા છે. સરવે ટીમના સભ્ય આરપી સિંહે ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટીવી સાથે વાત કરતા કહ્યું કે, ભોંયરામાં હિંદુઓના તમામ પ્રતીકો અને મોટાભાગના પુરાવા મળ્યા છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભોંયરામાં જે કાટમાળ છે તેની જો ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ઘણા પુરાવાઓ મળવાની આશા છે. ભોંયરામાં બનેલા થાંભલાઓમાં અનેક શિલ્પો છે. 

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોમવારે સતત ત્રીજા દિવસે વારાણસી જિલ્લામાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના સર્વે-વીડિયોગ્રાફીનું કામ શરૂ થયું. અગાઉ, રવિવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી સરવે હાથ ધરવામાં આવ્યો હતો અને આ દરમિયાન લગભગ 65 ટકા સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ સોમવારે જણાવ્યું હતું કે ‘જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સરવે શરૂ થઈ ગયો છે’.

રવિવારે 65 ટકા સર્વેની કામગીરી પૂર્ણ થઈ હતી

વારાણસીના પોલીસ કમિશનર એ સતીશ ગણેશે ત્રીજા દિવસે પણ સરવેની કામગીરી શરૂ કરવાની માહિતી આપી હતી. નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક સ્થિત છે. સ્થાનિક કોર્ટ તેની બહારની દિવાલો પરની મૂર્તિઓ સામે દરરોજ પ્રાર્થના કરવાની પરવાનગી માંગતી મહિલાઓના એક જૂથની અરજી પર સુનાવણી કરી રહી છે. હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે રવિવારે કહ્યું હતું કે આજે લગભગ 65 ટકા સરવેનું કામ પૂર્ણ થઈ ગયું છે. 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

યાદવે કહ્યું હતું કે વકીલોને આવા સર્વેક્ષણની આદત ન હોવાથી અને તે પુરાતત્વીય સર્વેક્ષણનું કામ છે, તેથી તેમાં થોડો સમય લાગી રહ્યો છે. વારાણસીની અદાલતે ગુરુવારે પક્ષપાતના આરોપસર જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલના સર્વે-વીડિયોગ્રાફી કાર્ય કરવા માટે નિયુક્ત એડવોકેટ કમિશનર (કોર્ટ કમિશનર) અજય મિશ્રાને હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે.

Published On - 11:24 am, Mon, 16 May 22

Next Article