NGO એ ગુજરાતની પ્રતિષ્ઠાને કોના પૈસાથી ધ્રુમિલ કરી, અમિત શાહે કર્યો મોટો ખુલાસો

|

Jun 25, 2022 | 1:30 PM

ગુજરાતના રમખાણો વિશે પુછેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે અમિત શાહ (Home Minister Amit Shah)એ જણાવ્યુ કે પોતાની આઇડોલોજીને લઇને ચાલનારા પત્રકારો અને NGO જેને કોગ્રેસ સરકાર ફડિંગ કરતી હતી, તેમણે ગુજરાતની છબી બગાડી છે.

NGO એ ગુજરાતની પ્રતિષ્ઠાને કોના પૈસાથી ધ્રુમિલ કરી, અમિત શાહે કર્યો મોટો ખુલાસો
Amit shah

Follow us on

ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે(Home Minister Amit Shah) શનિવારે ન્યૂઝ એજન્સી ANI સાથેની ખાસ મુલાકાતમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે(Supreme Court)તમામ આરોપોને ફગાવી દીધા છે. સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. મેં પીએમ મોદીનું દર્દ નજીકથી જોયું છે. ગુજરાત રમખાણો 2002(Gujarat Riots 2002)ને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યું હતું. તેમજ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે પીએમ મોદી પર ખોટા આરોપો લગાવનારાઓ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.

ગુજરાતના રમખાણો વિશે પુછેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે અમિત શાહએ જણાવ્યુ કે પોતાની આઇડોલોજીને લઇને ચાલનારા પત્રકારો અને NGO જેને કોગ્રેસ સરકાર ફડિંગ કરતી હતી, તેમણે ગુજરાતની છબી બગાડી છે.

ભાજપનો વિરોધ કરતા રાજકીય પક્ષો, વિચારધારા માટે રાજકારણમાં પ્રવેશેલા કેટલાક પત્રકારો અને કેટલાક NGOsએ સાથે મળીને આ આરોપોનો એટલો બધો પ્રચાર કર્યો અને તેમની ઇકોસિસ્ટમ એટલી મજબૂત હતી કે ધીમે ધીમે બધા અસત્યને જ સત્ય માનવા લાગ્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

NGO વિશે પુછેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે ”સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઝાકિયા જાફરી કોઈ બીજાના નિર્દેશ પર કામ કરતી હતી. અનેક NGOએ ઘણાં પીડિતોના સોગંદનામા પર સહી કરાવી અને તેમને ખબર પણ નથી. બધા જાણે છે કે તિસ્તા સેતલવાડના આ NGO જ બધું કરી રહ્યું હતું અને તે સમયની UPA સરકારે આ NGO ને ઘણી મદદ કરી હતી. બઘા જાણે છે કે આ માત્ર મોદીજીની છબી ખરાબ કરવા માટે જ કરવામાં આવ્યું હતું.”

કથીત NGO ઓ એ રમખાણોના જુઠાણાને હવા આપી

NGO અને એક રાજકીય પક્ષે સનસનાટી ખાતર જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ખોટા પુરાવાઓ ઘડ્યા હતા. SIT અંગે તેમણે જવાબ આપ્યો કે SITનો આદેશ કોર્ટનો ન હતો. એક NGOએ SITની માંગણી કરી હતી. અમારી સરકારે કહ્યું કે અમને SIT સામે કોઈ સમસ્યા નથી.કથીત NGO ઓ એ રમખાણોના જુઠાણાને હવા આપી,NGO ઓ એ ખોટા પુરાવાઓ ઘડ્યા હતા. SITની સામે ખોટા જવાબો આપ્યા હતા. કોર્ટના નિર્ણયથી સાબિત થયું કે રમખાણો રોકવા માટે સરકારે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.

Published On - 1:21 pm, Sat, 25 June 22

Next Article