29 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : દ્વારકાના બરડિયા પાસે અકસ્માતમાં 7ના મોત અને 10 ઈજાગ્રસ્ત

|

Sep 29, 2024 | 10:03 AM

આજે 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

29 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : દ્વારકાના બરડિયા પાસે અકસ્માતમાં 7ના મોત અને 10 ઈજાગ્રસ્ત

Follow us on

LIVE NEWS & UPDATES

  • 29 Sep 2024 09:43 AM (IST)

    નવસારી દીપડાની લટાર..સ્થાનિકોમાં ડર

    નવસારી વાંસદાના ઉપસળ ગામના ભેખલા ફળિયામાં દીપડો લટાર મારતો જોવા મળ્યો. છેલ્લાં ત્રણ દિવસમાં દીપડાએ બે બાળકીઓને પોતાનો નિશાન બનાવ્યું. અવર નવાર થતાં દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ.

  • 29 Sep 2024 09:19 AM (IST)

    મહેસાણા ધરોઈ ડેમમાં પાણીની આવક વધી

    મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની થઈ આવક. હાલમાં ધરોઈ ડેમ 85 ટકા જેટલો ભરાયો. જેથી ડેમની જળસપાટી 618 ફૂટે પહોચી.ઉપરવાસમાં વરસાદ પડતા પાણીની આવક વધતા જળ સ્ટોક વધ્યો.


  • 29 Sep 2024 09:19 AM (IST)

    વડોદરા ઢાઢર નદીની જળસપાટીમાં વધારો

    • વડોદરાના ડભોઇમાંથી પસાર થતી ઢાઢર નદીની જળસપાટી વધી.
    • ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી છોડયું પાણી.
    • દંગીવાડા, કબીરપૂરા, નારણપુરા, બંબોજ ગામના રસ્તાઓ પર પાણી.
    • કરાલીપુરા જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ.
  • 29 Sep 2024 08:17 AM (IST)

    નેપાળમાં વરસાદી તાંડવ, 112ના મોત

    • નેપાળમાં મેઘરાજાએ મચાવી તબાહી
    • વરસાદની ભયાનક બેટિંગમાં 112 લોકોના મોત.
    • ચો તરફથી તબાહીના દ્રશ્યો આવ્યા સામે
  • 29 Sep 2024 07:29 AM (IST)

    દ્વારકાના બરડિયા પાસે અકસ્માતમાં 7ના મોત અને 10 ઈજાગ્રસ્ત

    • દ્વારકાના બરડિયા પાસે અકસ્માતમાં 7ના મોત
    • ખાનગી બસ અને 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
    • ઘટનાસ્થળે જ 7ના મોત અને 10 ઈજાગ્રસ્ત
    • ઘાયલોને સારવાર માટે ખંભાળિયા ખસેડાયા
    • કલેક્ટર અને કેબિનેટ મંત્રી પણ પહોંચ્યા હોસ્પિટલ
    • સાંસદ પૂનમબેન માડમે પણ કરી હતી મુલાકાત
    • રખડતા ઢોરના કારણે બસચાલકે કાબુ ગુમાવ્યો હતો
    • બસ ડિવાઈડર ક્રોસ કરી સામેની તરફ આવતી કાર સાથે ટકરાઈ હતી

  • 29 Sep 2024 07:28 AM (IST)

    દ્વારકા અકસ્માતમાં કલોલના પરિવારની મૃત્યુની ઘટના

    દ્વારકામાં બનેલી ગોઝારી ઘટનામાં કલોલના પરિવારની મૃત્યુની ઘટના સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર સાથે ટેલિફોનિક વાત કરી પરિવારને મદદ કરવા અંગે જણાવ્યું. પરિવાર પ્રત્યે સહાનુભૂતિનો સંદેશ આપ્યો છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અકસ્માત મુદ્દે ધારાસભ્ય સાથે વાત કરી.

  • 29 Sep 2024 06:54 AM (IST)

    દેવભૂમિદ્વારકા બેકાબૂ ટ્રાવેલ્સે 2 કારને મારી ટક્કર

    • બેકાબૂ ટ્રાવેલ્સની બસે સામેથી આવતી 2 કારને મારી હતી ટક્કર.
    • અકસ્માતમાં એકસાથે 7ના મોતથી તંત્રમાં દોડધામ.
    • 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
    • ઘાયલોને દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.
  • 29 Sep 2024 06:43 AM (IST)

    સુરેન્દ્રનગર વસ્તડી નજીક કાર સાથે 6 લોકો તણાયા

    • સુરેન્દ્રનગરના વસ્તડી નજીક નદીમાં કાર સાથે 6 લોકો તણાયા.
    • કોઝવે પરથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા સમયે બની ઘટના.
    • ગ્રામજનોએ તણાયેલા તમામ લોકોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાયા.
    • વડોદ ડેમના પાટિયા બંધ કરતા કોઝવે પર ભરાયું પાણી.
  • 29 Sep 2024 06:42 AM (IST)

    આજે PM મોદી પૂણેમાં મેટ્રો લાઇનનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ પુણેમાં શિવાજીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સ્વારગેટ વચ્ચે મેટ્રો લાઇનનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે. નાગરિક ઉડ્ડયન અને સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે કોરિડોરનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પીએમ સ્વારગેટ-કાત્રજ મેટ્રો સેક્શનનો શિલાન્યાસ પણ કરશે.

     

  • 29 Sep 2024 06:38 AM (IST)

    અમદાવાદ કર્ણાવતી કલબ નજીક 40 લાખની લૂંટ

    • અમદાવાદના કર્ણાવતી કલબ નજીક રૂપિયા 40 લાખની લૂંટ.
    • આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇ જતો કોન્ટ્રકટર લૂંટાયો.
    • કારમાં જતા કોન્ટ્રકટરને રોકી થેલો લઈ 2 શખ્સ ફરાર.
    • કારમાં પંચર હોવાનું કહીને લાખોની લૂંટને આપ્યો અંજામ.
    • પોલીસની ટીમ ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ તેજ.
  • સુરેન્દ્રનગરમાં વસ્તડી નજીક કાર સાથે 6 લોકો તણાયા..
  • વડોદરા શહેરના રાજમાર્ગો પર મગરનું વોક..
  • મહેસાણા બસમાંથી વૃદ્ધ પડી જતા મોત..
  • દેવભૂમિદ્વારકા બેકાબૂ ટ્રાવેલ્સે 2 કારને મારી ટક્કર
  • જમ્મુ કાશ્મીર : કુલગામમાં બે આતંકવાદીઓ ઠાર
  • PM મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં ભારત અને વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે

Published On - 6:37 am, Sun, 29 September 24