27 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC બેઠકમા બબાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવેસી વચ્ચે બોલાચાલી

|

Sep 27, 2024 | 12:49 PM

આજે 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC  બેઠકમા બબાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવેસી વચ્ચે બોલાચાલી

Follow us on

LIVE NEWS & UPDATES

  • 27 Sep 2024 12:39 PM (IST)

    વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC બેઠકમાં બબાલ

    અમદાવાદ: વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC આજે ગુજરાતમાં છે. વક્ફ બોર્ડ સુધારા વિધેયક પર  બેઠક મળી જેમાં ચર્ચા કરવામાં આવી. જો કે JPC બેઠકમાં બબાલ થઇ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે બોલાચાલી થઇ. વકફ બોર્ડના નિયમો અને કાયદાને લઈ બોલાચાલી થઇ. અસદ્દુદીન ઔવેસી અને હર્ષ સંઘવી આમને સામને આવી ગયા.

  • 27 Sep 2024 11:39 AM (IST)

    વડોદરા: વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે નોટિસનું અલ્ટિમેટમ પૂર્ણ

    વડોદરા: વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે નોટિસનું અલ્ટિમેટમ પૂર્ણ થયુ છે. અગોરા મોલનું ક્લબ હાઉસ તોડવા દબાણ શાખાની ટીમ પહોંચી છે. 4 JCBની મદદથી ક્લબ હાઉસ તોડવાની કામગીરી થઇ રહી છે. દબાણ શાખાના અધિકારીઓ અને પોલીસની ટીમ ત્યાં હાજર છે. શહેરના 13 દબાણ અંગે પાલિકાએ નોટિસ આપી હતી. નોટિસ બાદ ખુલાસાના જવાબો મુદ્દે પણ નિર્ણય લેવાશે.


  • 27 Sep 2024 08:41 AM (IST)

    રાજકોટ: જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ

    રાજકોટ: જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, જીવાપર, ગરણી, વીરનગર, પાંચવડામાં વરસાદ છે. જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામમાં ભારે વરસાદ છે. આંબરડી ,ગોડલાધાર, માધવીપુરમાં પણ ધોધમાર વરસાદની સ્થિતિ છે. જસદણમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ છે.

  • 27 Sep 2024 08:40 AM (IST)

    અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

    અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયુ છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. આંબાવાડી, વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શ્યામલ, જોધપુર વિસ્તારમાં ભારે વરસાદ છે.

  • 27 Sep 2024 07:28 AM (IST)

    ભાવનગરઃ રેસ્ક્યૂ કામગીરીમાં વિઘ્ન

    ભાવનગરઃ રેસ્ક્યૂ કામગીરીમાં વિઘ્ન આવ્યુ. બસમાંથી રેસ્ક્યૂ કરાયેલા મુસાફરો ફરી ફસાયા. 27 મુસાફરોને બસમાંથી ટ્રકમાં બેસાડી રેસ્ક્યૂ કરાયા હતા. મુસાફરોને રેસ્ક્યૂ માટે ગયેલો ટ્રક પાણીના વહેણમાં ફસાયો. દક્ષિણ ભારતના મુસાફરોની બસ ફસાઈ હતી. કોળિયાક નજીક માલેશ્રી નદીના પ્રવાહમાં બસ ફસાઈ હતી. ટ્રકને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.


  • 27 Sep 2024 07:27 AM (IST)

    અમદાવાદઃ કાર્યક્રમો ટૂંકા રાખવા CMએ કરી ટકોર

    અમદાવાદઃ ખાનગી કાર્યક્રમમાં CMએ ટકોર કરી. સતત 2 કલાક સુધી કાર્યક્રમ ચાલ્યા બાદ CMએ ટકોર કરી. લોકો પાસે સમય ન હોવાથી કાર્યક્રમો ટૂંકા રાખવા CMએ સલાહ આપી છે.

  • 27 Sep 2024 07:26 AM (IST)

    વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC આજે ગુજરાતમાં

    વકફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી આજે ગુજરાતની મુલાકાતે આવશે. કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના ૩૧ સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત તાજ સ્કાયલાઈનમાં બેઠક કરશે. અંદાજે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ બેઠક ચાલશે. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વકફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓને મળશે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે, 135 તાલુકામાં મેઘ મહેર થઇ છે, સૌથી વધુ ઘોઘામાં 4 ઇંચથી જળબંબાકારની સ્થિતિ છે, તો ભાવનગરમાં સવા 3 ઇંચ વરસાદ પડ્યો છે. લેબનોનમાં યુદ્ધ રોકવા ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ ઇનકાર કર્યો છે. તો હિઝબુલ્લાહે પલટવાર કરતા રફાલના ઠેકાણા પર રોકેટ છોડ્યા છે.  ઉધમપુરની રેલીમાં અમિત શાહે મોટી જાહેરાત કરતા કહ્યું કે ભાજપની સરકાર બની તો કિસાન સન્માન નિધિની રકમ 6 હજારથી વધારીને 10 હજાર કરાશે. માનહાની કેસમાં સંજય રાઉતને 15 દિવસની જેલ થઇ છે. કોર્ટે સજા સાથે રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. ભાજપ નેતાની પત્નીએ આ માનહાનીનો કેસ કર્યો હતો. વકફ સુધારણા બિલ અંગે રચાયેલી સંયુક્ત સંસદિય સમિતિ આજે અમદાવાદમાં છે. રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત પક્ષકારો હાજર રહેશે.

Published On - 7:26 am, Fri, 27 September 24