સુરતમાં ફરી મચ્છરજન્ય રોગચાળા માથુ ઉંચક્યું છે. સિવિલના બે તબીબ ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે. અન્ય બે તબીબ ચિકનગુનિયાની ચપેટમાં આવ્યા છે. સુરત નવી સિવિલમાં ગંદકીના કારણે કર્મચારીઓને હાલાકી થઇ રહી છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપેટમાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં રાજૌરી વિધાનસભા ક્ષેત્રમાં મતદાન મથક પર મતદાન કરવા માટે લોકો કતારમાં ઉભા જોવા મળી રહ્યા છે. આ બેઠક પર ભાજપે વિબોધ ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ઈફ્તાર અહેમદને ટિકિટ આપી છે.
#WATCH | J&K: People queue up at a polling station in Rajouri Assembly constituency to vote in the second phase of the Assembly elections today.
BJP has fielded Vibodh Gupta while Congress has fielded Iftkar Ahmed.
(Visuals from Boys Higher Secondary School, Rajouri) pic.twitter.com/DXIrWWiint
— ANI (@ANI) September 25, 2024
અમદાવાદ: ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે આપઘાત કર્યો છે. સિંધુભવનમાં આવેલી ઓફિસમાં નરેશ પટેલે ગળેફાંસો ખાધો હતો. નાણાકીય લેવડ-દેવડ બાબતે આપઘાત કર્યાનું અનુમાન છે. સવારે ઘરેથી ઓફિસ આવ્યા બાદ દરવાજો બંધ કરી તેમણે ગળેફાંસો ખાધો છે. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
મોરબીમાં ઇરફાન નામના શખ્સે બે યુવાનો પર હુમલો કર્યો હતો. હુમલામાં શામજી ચાવડાનું મોત થયુ છે. શામજી ચાવડા અને જગદીશ બારોટ પર હુમલો થયો છે. નજીવી બાબતે હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસે હત્યારાને પકડવા તપાસ શરુ કરી છે.
સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રેલર પાછળ કાર ઘુસી જતા કારનો કચ્ચરગાણ નીકળી ગયો છે. ઘટના સ્થળે 7 ના મોત થયા છે. આ તમામ લોકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
વડોદરાઃ વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. CM કાર્યાલય તરફથી કરાયો સૌથી મોટો આદેશ અપાયો છે. વિશ્વામિત્રી નદીમાં કરાયેલા દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશેય વડોદરા મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે. માર્જીનની જગ્યા ન છોડનારના દબાણો તોડી પડાશે. દબાણ કરનારાઓને પાલિકાનું 72 કલાકનું અલ્ટીમેટમ અપાયુ છે. અગોરા મોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટના દબાણો તૂટશે. વિવાદિત અગોરા મોલની કમ્પાઉન્ડ વોલ પણ તોડી પડાશે. ગ્લોબલ સ્કુલ, કારેલીબાગ એસ્ટેટ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલને નોટિસ અપાઇ.
દેવભૂમિ દ્વારકા: લાંચિયો ઇન્કમટેક્ષ અધિકારી ઝડપાયો છે. જામનગર ACB એ છટકું ગોઠવી રૂ.3000 ના લાંચ લેતા IT અધિકારી ઝડપાયો છે. નવું પાનકાર્ડ રદ કરવા લાંચ માગી હતી.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. શ્રીનગરના બલહામામાં મતદાન મથકની બહાર લોકો મતદાન કરવા માટે કતારમાં ઉભા છે.
#WATCH | J&K Assembly elections: People queue up outside a polling station in Balhama, Srinagar to vote as polling for the second phase of elections begins.
Voting being held in 26 constituencies across six districts of the UT today. pic.twitter.com/q5wxemTJ5B
— ANI (@ANI) September 25, 2024
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્રશાસિત પ્રદેશના તમામ 6 મતદાન જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મુમાં આજે અનેક ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આનાથી વ્યાવસાયિકો ક્ષેત્રના મહત્વના પડકારો વિશે ખુલ્લી ચર્ચા કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે હરિયાણાના ગોહાનામાં રેલી કરશે. આ રેલીમાં રોહતક, સોનીપત અને પાણીપતની 22 વિધાનસભા બેઠકોના ઉમેદવારો પણ ભાગ લેશે. આ પહેલા તેમણે 14 સપ્ટેમ્બરે કુરુક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. વડોદરામાં વિશ્વામિત્રી નદી અને કાંસ પરના દબાણો સામે લાલ આંખ કરી છે. CMના આદેશ બાદ મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી. 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. ખેડાના ડાકોર મંદિરના પ્રસાદની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. મંદિરના પૂજારીએ વીડિયો સોશિયલ મીડિયામાં મુકી પ્રસાદમાંથી દુર્ગંધ આવતી હોવાનો દાવો કર્યો. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. 26, 27, અને 28 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
Published On - 7:31 am, Wed, 25 September 24