5 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

|

Oct 05, 2024 | 7:34 AM

આજે 05 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

5 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

Follow us on

LIVE NEWS & UPDATES

  • 05 Oct 2024 11:25 AM (IST)

    રાજકોટ: ગરબા રમવાની ના પાડતા યુવતિનો આપઘાત

    રાજકોટ: ગરબા રમવાની ના પાડતા યુવતિએ આપઘાત કર્યો છે. BBAમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ભૂમિકા વાળા નામની વિદ્યાર્થિનીએ 2 ઓક્ટોબરે ગળે ફાંસો લગાવ્યો હતો.
    આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તબિયત સારી ન હોવાના કારણે પિતાએ ગરબા રમવાની ના પાડી હતી.

  • 05 Oct 2024 10:19 AM (IST)

    વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

    વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની  ધમકી મળી છે. ઇમેઇલ થકી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. એરપોર્ટના ઇમેઇલ પર ધમકી આપનાર શખ્સ ને શોધી કાઢવા પોલીસે કવાયત શરૂ કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. સી આઈ એસ એફ ના ઇમેઇલ પર મળેલા મેઈલથી તંત્ર એલર્ટ પર છે. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


  • 05 Oct 2024 09:33 AM (IST)

    ગોંડલ : ગાઢ ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું

    ગોંડલ શહેરમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. ગોંડલ સહિતના પંથકમાં અતિ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસને લઈને હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. વિઝિબિલિટિ ઘટતા વાહનચાલકોને મુશ્કેલી સર્જાઇ હતી.

  • 05 Oct 2024 08:49 AM (IST)

    ગાંધીનગર: સરગાસણ ગરબામાં તિલક કરવા બાબતે બબાલ

    ગાંધીનગર: સરગાસણ ગરબામાં તિલક કરવા બાબતે બબાલ થઇ છે. ઠક્કર ફાર્મમાં એક જ દિવસ માટે ગરબાનુ આયોજન કરાયુ હતુ, જ્યાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર થઇ છે. તમામને એન્ટ્રી આપવાનો મેસેજ મળતા બજરંગ દળ પહોંચ્યું હતું. કાર્યકર્તાઓ ગરબામાં વીડિયો ઉતારતા હતા તે દરમિયાન મારામારી થઇ હતી.

  • 05 Oct 2024 07:38 AM (IST)

    સુરતઃ નશાના નેટવર્કનો પર્દાફાશ

    સુરતઃ નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ થઇ છે. 15 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયા. 3.11 ગ્રામ MD ડ્રગ્સ અને વજન કાંટો જપ્ત કરવામાં આવ્યો છે. 2.16 લાખ રૂપિયા અને કાર જપ્ત કરાયા.


  • 05 Oct 2024 07:36 AM (IST)

    કચ્છ : ભુજના ભુજોડી બ્રિજ પાસે અકસ્માત

    કચ્છ : ભુજના ભુજોડી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે. અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બંને બાઇકસવારના મોત થયા.

  • 05 Oct 2024 07:35 AM (IST)

    હરિયાણામાં મતદાન શરૂ

    હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે તમામ 90 બેઠકો પર મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ વખતે 1031 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીની સાથે કોંગ્રેસે ભૂપેન્દ્ર હુડ્ડા, જેજેપીના દુષ્યંત ચૌટાલા અને આઈએનએલડીના અભય ચૌટાલાનું ભાવિ દાવ પર લગાવ્યું છે. બધાની નજર અંબાલા કેન્ટમાં ભાજપના અનિલ વિજ અને જુલાના સીટથી વિનેશ ફોગાટ પર છે.

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન છે. 1,031 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. 2 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.  છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ. 30થી વધુ નક્સલીઓનો ખાત્મો થયો. મોટા પાયે હથિયારો જપ્ત કરાયા. વિદેશપ્રધાન એસ.જયશંકર પાકિસ્તાન પ્રવાસે જશે. 15 અને 16 ઓક્ટોબરે પાકિસ્તાનમાં આયોજીક SCOની બેઠકમાં હાજરી આપશે. બીજા નોરતે ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં મા બહુચરના દર્શન કર્યા. સહપરિવાર આરતી ઉતારી માની આરાધના કરી. અમદાવાદમાં એન્જિનિયરે આપઘાત કર્યો. મણિનગર રેલવે ક્રોસિંગ નજીક ટ્રેન નીચે પડતું મુકી ટૂંકાવ્યું જીવન. CCTVમાં ઘટના કેદ થઇ.