ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો પર કડક થશે સરકાર, સરકારી મંત્રાલયે એડવાઈઝરી પાડી બહાર

કેન્દ્ર સરકાર ઓનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી જાહેરાતો પર કડક થઈ છે. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન સટ્ટાબાજીના (online betting) પ્લેટફોર્મની જાહેરાતોને ટાળવા માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને એડવાઈઝરી આપી છે.

ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો પર કડક થશે સરકાર, સરકારી મંત્રાલયે એડવાઈઝરી પાડી બહાર
Online BettingImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 8:52 PM

સટ્ટોએ માણસના જીવન માટે એટલો જ હાનિકારક છે જેવી રીતે દારુ જેવુ વ્યસન હાનિકારક છે. મહાભારત કાળમાં રમાયેલા દયુત (સટ્ટા)થી આપણે સૌ માહિતગાર છીએ. ક્રિકેટની મેચ કે અન્ય ઘણી વસ્તુ માટે સટ્ટો રમાતો હોય છે. સટ્ટો માણસના જીવનને બરબાદ કરી શકે છે. હાલમાં ઓનલાઈન સટ્ટાબાજી (betting) ટ્રેડમાં છે. હવે કેન્દ્ર સરકારે જનતાના હિતનો વિચાર કરીને ઓનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી જાહેરખબરો પર કડક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન સટ્ટાબાજીના (online betting) પ્લેટફોર્મની જાહેરાતોને ટાળવા માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને એડવાઈઝરી આપી છે. સરકારે આ ચેતવણી સટ્ટાબાજીને લઈને બતાવવામાં આવી રહેલી જાહેરાતોને લઈને આપી છે. કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી શેયર કરી છે. આ ટ્વીટ અનુસાર આ પ્રકારની ઓનલાઈન અને સોશ્યિલ મીડિયા જાહેરાતો ન બતાવવા માટે કહ્યું છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ ચેતવણીમાં સરકારે કહ્યું છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં જુગાર અને સટ્ટાબાજી ગેરકાયદેસર છે. છતાં યુવાનો અને બાળકો આ સટ્ટાનો શિકાર બની રહ્યા છે. આ સટ્ટાબાજીના કારણે લોકો નાણાકીય જોખમ અને સામાજિક-આર્થિક જોખમના સંપર્કમાં આવે છે. સરકારના મતે સટ્ટાબાજી પરની આ જાહેરાતો આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.

ASCII નિયમોનું પાલન કરો: મંત્રાલય

સટ્ટાબાજીની જાહેરાતો અંગે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે 4 ડિસેમ્બર, 2020 ના રોજ ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલો માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું હતું કે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCIA)ના નિયમો અનુસાર પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ પર ઓનલાઈન ગેમિંગની જાહેરાતો પર શું કરવું અને શું ના કરવાના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં સરકારનું કહેવું છે કે પ્રકાશકોએ આ નિયમોનું પાલન કરીને જ જાહેરાતો બતાવવી જોઈએ.

સરકારના જણાવ્યા અનુસાર ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019, કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ અને 1995ના એડવર્ટાઈઝિંગ કોડ અને પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના આચરણને અનુરૂપ નથી. તેઓએ આવી જાહેરાતોને ટાળવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">