પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી સરકારને 3 વર્ષમાં થઈ 8.02 લાખ કરોડની કમાણી, નાણાપ્રધાને સંસદમાં આપ્યો જવાબ
એક સાંસદે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટીથી થયેલી કમાણી વિશે સવાલ પૂછ્યો. તેની પર કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સરકારને ટેક્સથી 8.02 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે,
પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પૂરજોશમાં છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં જણાવ્યું કે પેટ્રોલ ડિઝલથી સરકારને કેટલી કમાણી થઈ છે. નાણામંત્રી મુજબ છેલ્લા 3 વર્ષ નાણાકીય વર્ષમાં સરકારે પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી 8.02 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સીતારમણે કહ્યું નાણાકીય વર્ષ 2021માં જ સરકારને ટેક્સથી 3.71 લાખ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. સંસદમાં આપેલા એક જવાબમાં કેન્દ્રીય નાણાકીય મંત્રીએ આ વાત કહી.
સંસદમાં ઘણા સાંસદોએ પેટ્રોલ-ડીઝલની મોંઘવારીનો સવાલ ઉઠાવ્યો અને સરકારને પૂછ્યુ કે તેને ઓછુ કરવા માટે શું પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. સાંસદોએ એ પણ પૂછ્યુ કે સરકારને ઈંધણ વેચીને ટેક્સ તરીકે કેટલા રૂપિયાની કમાણી થઈ છે. એક સાંસદે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટીથી થયેલી કમાણી વિશે સવાલ પૂછ્યો. તેની પર કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સરકારને ટેક્સથી 8.02 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે, જ્યારે માત્ર આ નાણાકીય વર્ષમાં 3.71 લાખ કરોડથી વધારેની આવક પ્રાપ્ત થઈ છે.
ટેક્સમાં કેટલો થયો વધારો ઘટાડો?
5 ઓક્ટોબર 2018એ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 19.48 પૈસા હતી, જેને 4 નવેમ્બર 2021એ વધારીને 27.90 રૂપિયા કરી દેવામાં આવી. આ સમયમાં ડીઝલ પર ડ્યુટી 15.33 રૂપિયા વધારીને 21.80 રૂપિયા કરી દેવામાં આવી. નિર્મલા સીતારમણે સંસદમાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી. આ દરમિયાન થોડા સમય માટે પેટ્રોલ પર એક્સાઈઝને ઓછી કરવામાં આવી અને 5 ઓક્ટોબર 2018એ 19.48 રૂપિયાથી ઘટાડી 6 જુલાઈ 2019એ 17.98 રૂપિયા પર આવી ગઈ. આ પ્રકારે ડીઝલ પર એક્સાઈઝને 15.33 રૂપિયાથી ઘટાડી 13.83 રૂપિયા કરવામાં આવી.
2 ફેબ્રુઆરી 2021 સુધી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો જોવા મળ્યો અને પેટ્રોલ અને ડીઝલ પર 32.98 અને 31.83 રૂપિયા નોંધાયુ. આ સમય બાદ ઘટાડો શરૂ થયો અને 4 નવેમ્બર 2021એ પેટ્રોલની એક્સાઈઝ 27.90 રૂપિયા અને ડીઝલની એક્સાઈઝ 21.80 રૂપિયા નોંધાઈ. છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલમાંથી વસૂલવામાં આવેલ સેસ સહિતની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી છે: 2018-19માં 2,10,282 કરોડ રૂપિયા, 2019-20માં 2,19,750 કરોડ રૂપિયા અને 2020-21માં 3,71,908 કરોડ રૂપિયા. નાણામંત્રીએ સંસદમાં આ વાત કહી.
આ પણ વાંચો: Maharashtra: MSRTCએ 230 કર્મીઓને બરતરફ કરવા નોટિસ ઈશ્યુ કરી, 28 ઓક્ટોબરથી કર્મચારી છે હડતાલ પર
આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશન કોરોનાના લઇને સતર્ક, રેલ્વે અને બસ સ્ટેશન પર પણ ટેસ્ટિંગ શરૂ કર્યું