નાના શહેરો માટે સરકારનો મોટો પ્લાન, આ રાજ્યો સહિત ગુજરાતમાં ઊભા કરાશે 56 નવા EV ચાર્જિંગ સ્ટેશન!

જો તમે પણ ચાર્જિંગ ખતમ થવાના ડરથી ઇલેક્ટ્રિક વાહન ખરીદતા અટકાતા હતા, તો હવે ટેન્શન છોડો. સરકારે દેશના 8 રાજ્યો માટે એક એવો મોટો આદેશ જાહેર કર્યો છે જે વાહન ચલાવવાની આખી રીત બદલી નાખશે.

નાના શહેરો માટે સરકારનો મોટો પ્લાન, આ રાજ્યો સહિત ગુજરાતમાં ઊભા કરાશે 56 નવા EV ચાર્જિંગ સ્ટેશન!
Image Credit source: AI
| Updated on: May 20, 2026 | 2:02 PM

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ખરીદવા વિશે વિચારી તો રહ્યા છે, પણ તેમની સામે એક બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે કે – “જો રસ્તામાં ચાર્જિંગ પૂરું થઈ જશે તો શું કરીશું?” મોટા શહેરોમાં તો જેમ-તેમ કરીને ચાર્જિંગ સ્ટેશન મળી જાય છે, પરંતુ નાના શહેરો અને હાઇવે પર હજુ પણ આ મોટો પડકાર છે. આ જ ડર અને સસ્પેન્સનો કાયમી અંત લાવવા માટે સરકારે હવે એક મોટો એક્શન પ્લાન જાહેર કર્યો છે.

શું છે સરકારનો આ ગુપ્ત એક્શન પ્લાન?

સરકારે ઇલેક્ટ્રિક વાહનોના માર્કેટને એક નવો વળાંક આપવા માટે ‘પીએમ ઇ-ડ્રાઇવ’ (PM E-DRIVE) યોજના હેઠળ દેશના આઠ મોટા રાજ્યોમાં 4800 નવા ઇવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો આદેશ આપ્યો છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્ટેશનો માત્ર સામાન્ય ચાર્જિંગ પોઇન્ટ નહીં હોય, પરંતુ આમાં હાઇ-સ્પીડ ચાર્જર પણ લગાવવામાં આવશે, જેથી તમારું વાહન મિનિટોમાં ચાર્જ થઈ જાય.

કયા રાજ્યને કેટલો મોટો હિસ્સો મળ્યો?

આ યોજના અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. ચાલો જોઈએ કયા રાજ્યમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે:

  • કર્ણાટક: સૌથી વધુ 1243 ચાર્જિંગ સ્ટેશન મળશે, જેના માટે ₹123 કરોડનું બજેટ છે.
  • ઉત્તર પ્રદેશ: ₹61 કરોડના ખર્ચે 714 સ્ટેશન તૈયાર થશે.
  • રાજસ્થાન: ₹81 કરોડના ખર્ચે 591 સ્ટેશન બનશે.
  • આંધ્ર પ્રદેશ: ₹40 કરોડના ખર્ચે 577 સ્ટેશન ઊભા કરાશે.
  • તમિલનાડુ અને કેરળ: અનુક્રમે 498 અને 335 સ્ટેશન મળશે.
  • તેલંગાણા અને ગુજરાત: તેલંગાણામાં 169 અને ગુજરાતમાં 56 નવા સ્ટેશન શરૂ થશે.

ક્યાં બનશે આ સ્ટેશન અને કેટલો સમય લાગશે?

સરકાર આ ચાર્જિંગ સ્ટેશનો એવી જગ્યાઓ પર બનાવવા જઈ રહી છે જ્યાં સામાન્ય માણસ સરળતાથી પહોંચી શકે, જેમ કે હાઇવે, એક્સપ્રેસવે, પેટ્રોલ પંપ અને મોટા જાહેર સ્થળો.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કામ પૂરું ક્યારે થશે? સરકારે આ યોજનાના પહેલા તબક્કા માટે ₹500 કરોડ મંજૂર કર્યા છે અને આ આખા પ્રોજેક્ટને માત્ર 6 મહિનાની અંદર જ પૂરો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. એટલે કે આગામી થોડા જ મહિનાઓમાં નાના શહેરોના લોકો પણ કોઈપણ ચિંતા વગર લાંબી મુસાફરી પર નીકળી શકશે અને ગ્રીન મોબિલિટી નેટવર્ક મજબૂત બનશે.

પેટ્રોલ-ડીઝલ કેમ મોંઘા થયા ? રિપોર્ટમાં સામે આવ્યું સૌથી મોટું કારણ, તેલ કંપનીઓના કરોડોના નુકસાનનો આંકડો જાણીને ચોંકી જશો

Published On - 8:44 pm, Tue, 19 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.