ભારત સરકાર ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ રજૂ કરશે, એમેઝોન અને વોલમાર્ટને મળશે કડક સ્પર્ધા!

|

May 01, 2022 | 6:40 AM

ONDC પ્લેટફોર્મની શરૂઆત સાથે, કેન્દ્રીય સરકારનો (Indian Government) ઉદ્દેશ્ય ઈલેક્ટ્રોનિક નેટવર્ક દ્વારા માલસામાન અને સેવાઓના વિનિમય માટે ખુલ્લા પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો છે.

ભારત સરકાર ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ રજૂ કરશે, એમેઝોન અને વોલમાર્ટને મળશે કડક સ્પર્ધા!
Online Shopping (File Photo)

Follow us on

ભારતમાં (India) એમેઝોન અને વોલમાર્ટ જેવી યુએસ (USA) સ્થિત ઈ-કોમર્સ કંપનીઓના (E-Commerce Company) પ્રભાવને દૂર કરવા માટે ભારત સરકાર ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક શરૂ કરવા માટે તૈયાર છે. નવું ONDC પ્લેટફોર્મ ખરીદદારો અને વિક્રેતાઓને એકબીજા સાથે વાર્તાલાપ કરવા અને ઓનલાઈન વ્યવહારો કરવાની મંજૂરી આપશે. ONDC પ્લેટફોર્મનું લોન્ચિંગ એમેઝોન અને વોલમાર્ટ સહિત ફ્લિપકાર્ટના કેટલાક સ્થાનિક વિક્રેતાઓ પર ભારતની એન્ટીટ્રસ્ટ બોડીના દરોડાઓને પગલે આવ્યું છે. કંપની પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. ONDC પ્લેટફોર્મની શરૂઆત સાથે સરકારનો ઉદ્દેશ્ય ઈલેક્ટ્રોનિક નેટવર્ક દ્વારા માલસામાન અને સેવાઓના વિનિમય માટે ખુલ્લા પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપન નેટવર્ક પ્લેટફોર્મ દિલ્હી NCR, બેંગલુરુ, ભોપાલ, શિલોંગ અને કોઈમ્બતુર સહિત 5 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. બાદમાં તેનું અન્ય શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે. મોદી સરકાર અને તેના મોટા સમર્થકો લાંબા સમયથી દલીલ કરે છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટને માત્ર થોડા મોટા વિક્રેતાઓને જ ફાયદો થાય છે, આવું રોઈટર્સના અહેવાલોમાં જણાવાયુ છે. જો કે કંપનીઓએ હંમેશા એ સુનિશ્ચિત કર્યું છે કે તેઓ ભારત સરકારના નિર્ધારિત કાયદાઓનું પાલન કરે છે.

એમેઝોન અને ફ્લિપકાર્ટને જોરદાર ટક્કર મળશે

એમેઝોન અને ફ્લિપકાર્ટે હજુ સુધી સરકારના ONDC પ્લેટફોર્મ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતની ONDC યોજનાનો ઉદ્દેશ 30 મિલિયન વિક્રેતાઓ અને 10 મિલિયન વેપારીઓને ઓનલાઈન જોડવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા સરકારનો લક્ષ્યાંક ઓગસ્ટ સુધીમાં ઓછામાં ઓછા 100 શહેરો અને નગરોને આવરી લેવાનો છે. સરકાર ખરીદદારો અને વેચાણકર્તાઓ માટે સ્થાનિક ભાષામાં એપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ એપ નાના વેપારીઓ અને ગ્રામીણ ગ્રાહકોને હાઈલાઈટ કરશે. ભારત સરકારે એક દસ્તાવેજમાં ખુલાસો કર્યો છે કે રિટેલર્સ અને વેન્ચર કેપિટલ ફર્મ્સે ONDC સ્કીમને ટેકો આપ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક અને બેંક ઓફ બરોડા જેવી બેંકોએ પહેલાથી જ રૂ. 2.55 બિલિયનનું કુલ રોકાણ કરવાનું વચન આપ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલનું ટ્વિટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ વહેલી યોજાઇ શકે છે

Published On - 6:40 am, Sun, 1 May 22

Next Article