ગૂગલે Doodle દ્વારા ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી અને પ્રભાવશાળી કવિ સુભદ્રા કુમારી ચૌહાણનું કર્યું સન્માન

|

Aug 16, 2021 | 12:10 PM

ગૂગલે ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી,(first woman satyagrahi)પ્રભાવશાળી લેખક અને સ્વાતંત્ર્ય સેનાની સુભદ્રા કુમારી ચૌહાણના જીવનને સન્માનિત કરવા માટે એક ડૂડલ બહાર પાડ્યું.

ગૂગલે  Doodle દ્વારા ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી અને પ્રભાવશાળી કવિ સુભદ્રા કુમારી ચૌહાણનું કર્યું સન્માન
Google (File Photo)

Follow us on

Google: પ્રથમ મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારીનો (Subhadra Kumari) જન્મ 1904 માં યુપીના નિહાલપુર ગામના રાજપૂત પરિવારમાં થયો હતો અને તેમણે નાની ઉંમરથી જ લખવાનું શરૂ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, તેણીએ 1919 માં પ્રયાગરાજની ક્રોસ્ટવેટ ગર્લ્સ સ્કૂલમાંથી મિડલ સ્કૂલની પરીક્ષા પાસ કરી હતી. અને બાદમાં ખંડવાના ઠાકુર લક્ષ્મણ સિંહ ચૌહાણ સાથે તેમના લગ્ન થયા હતા.

પ્રથમ મહિલા સત્યાગ્રહી

ઉલ્લેખનીય છે કે,લગ્ન બાદ તે બ્રિટિશરો (British) વિરુધ્ધ ચાલી રહેલા મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં જોડાયા અને તે દેશની પ્રથમ મહિલા સત્યાગ્રહી બની. ઉપરાંત બ્રિટિશ શાસન સામેના વિરોધમાં સામેલ થવા બદલ 1923 અને 1942 માં તેમને બે વખત જેલ થઈ હતી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

માત્ર 9 વર્ષની ઉંમરમાં પ્રથમ કવિતા પ્રકાશિત થઈ 

સુભદ્રા કુમારીને નાનપણથી જ લખવાનો શોખ હતો. આપને જણાવી દઈએ કે તેમની પ્રથમ કવિતા (Poem) પ્રકાશિત થઈ હતી, ત્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા.ભારતીય રાષ્ટ્રીય ચળવળના સહભાગી તરીકે, તેમણે હંમેશા પ્રભાવશાળી લેખન અને કવિતાઓનો ઉપયોગ કરીને લોકોને રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે લડવા પ્રેરિત કર્યા હતા. તેમના લેખનમાં મુખ્યત્વે ભારતીય મહિલાઓની મુશ્કેલીઓ અને આઝાદીની ચળવળ દરમિયાન જે પડકારોનો સામનો કરવો પડ્યો તેના વિશે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ.

બ્રિટિશ શાસન વિરુધ્ધ તેમણે 1940 ના દાયકામાં દેશવાસીઓને સ્વતંત્રતાની લડાઈમાં (Freedom fight)પ્રેરિત કરવા માટે તેમણે કુલ 88 કવિતાઓ અને 46 ટૂંકી વાર્તાઓ પ્રકાશિત કરી હતી,જેની આજે ગૂગલ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજનું નામ સુભદ્રા કુમારી રાખવામાં આવ્યુ

આપને જણાવવું રહ્યું કે,સુભદ્રા કુમારીનું 15 ફેબ્રુઆરી 1948 ના રોજ નિધન થયું હતું. તેમના સન્માનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજનું (Coast Guard Ship)નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ઉપરાંત મધ્યપ્રદેશ સરકારે જબલપુરની મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં સુભદ્રા કુમારી ચૌહાણની પ્રતિમા પણ મૂકી હતી.

 

આ પણ વાંચો:કેરળમાં કોરોનાના વધતા જતા કેસો અંગે ચિંતા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે કેરળની લેશે મુલાકાત

આ પણ વાંચો:Delhi : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદી સહિત નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલિ

Next Article