AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IFFCO એ ખેડૂતોને આપી મોટી ભેટ, આ તારીખ સુધી નહીં વધે આ ખાતરોના ભાવ, જાણો વિગત

ખેડૂતો માટે સરકારી ખાતર કંપની ઇફકોએ (IFFCO) મોટી જાહેરાત કરી છે. કંપની હવે બિન-યુરિયા ખાતરોના ભાવમાં કોઈ વધારો કરશે નહીં.

IFFCO એ ખેડૂતોને આપી મોટી ભેટ, આ તારીખ સુધી નહીં વધે આ ખાતરોના ભાવ, જાણો વિગત
File Image
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 03, 2021 | 10:46 AM
Share

ખેડુતો માટે આ ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સરકારી ખાતર કંપની ઇફકોએ (IFFCO) જાહેરાત કરી છે કે તે હવે બિન-યુરિયા ખાતરોના ભાવમાં કોઈ વધારો કરશે નહીં. આગામી પાકની સીઝન જોતા કંપનીની આ જાહેરાતને મોટી જાહેરાત માનવામાં આવી રહી છે. ઇફકો ‘Indian Farmers Fertiliser Cooperative’ (IFFCO) એ વિશ્વની સૌથી મોટું ખાતર સહકારી મંડળ છે. આ સંસ્થા ખાતર બનાવવાનું અને વેચવાનું કામ કરે છે. ઇફ્કોએ કહ્યું છે કે આ વર્ષે 31 માર્ચ સુધી ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

ઇફ્કોએ કહ્યું છે કે ડીએપી, એનપીકે અને એનપીએસ જેવા જુદા જુદા ખાતરોના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં. ઇફ્કોએ ખાતરના ભાવ પણ સૂચવ્યાં છે. ઇફ્કોના જણાવ્યા અનુસાર ડીએપીની કિંમત 1200 રૂપિયા, એનપીકે (10-26-26) 1175 રૂપિયા, એનપીકે (12-32-16) 1185 રૂપિયા અને એનપીએસ 925 રૂપિયા પ્રતિ બેગ રાખવામાં આવી છે. આ ભાવ વર્ષ 2021 માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. ભાવ અંગે ઇફ્કોનાં એમડી યુએસ અવસ્થીએ ટ્વિટમાં આ માહિતી આપી હતી.

iffco

ખાતરના ભાવ

ઇફકોનાં એમડી યુએસ અવસ્થીએ ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. કંપનીએ આ કદમને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન સાથે જોડી દીધી. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની કિંમતમાં મોટો વધારો થયો છે. છતાં ખેડૂતોને રાહત આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ગયા વર્ષે પણ ઘટી હતી કિંમત

ગયા વર્ષે નવેમ્બરમાં ઇફ્કોએ એનપી ખાતરના ભાવમાં 50 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી. 50 કિલો એનપી ફર્ટિલાઇઝર બોરીનો ભાવ 925 રૂપિયા નક્કી કરાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">