Pakistanથી પરત ફર્યાનાં 5 વર્ષ પછી મહારાષ્ટ્રમાં અસલી માતાને મળી ગીતા, 2015માં ભારત મોકલી આપવામાં આવી હતી

|

Mar 11, 2021 | 1:02 PM

Pakistanમાં એક સમાજિક કલ્યાણ સંગઠન દ્વારા મૂક બધિર ભારતીય છોકરીને આશ્રય આપ્યો હતો જેને 2015 માં ભારત મોકલવામાં આવેલી આખરે મહારાષ્ટ્રમાં તેની વાસ્તવિક માતા સાથે ફરી મળી હતી. તે આકસ્મિક રીતે પાકિસ્તાન ગઈ હતી.

Pakistanથી પરત ફર્યાનાં 5 વર્ષ પછી મહારાષ્ટ્રમાં અસલી માતાને મળી ગીતા, 2015માં ભારત મોકલી આપવામાં આવી હતી
Gita

Follow us on

Pakistanમાં એક સમાજિક કલ્યાણ સંગઠન દ્વારા મૂક બધિર ભારતીય છોકરીને આશ્રય આપ્યો હતો જેને 2015 માં ભારત મોકલવામાં આવેલી આખરે મહારાષ્ટ્રમાં તેની વાસ્તવિક માતા સાથે ફરી મળી હતી. તે આકસ્મિક રીતે પાકિસ્તાન ગઈ હતી. પાકિસ્તાનના ‘ડોન’ અખબારે અહેવાલ આપ્યો છે કે વિશ્વ વિખ્યાત ઈધી વેલ્ફેર ટ્રસ્ટના પૂર્વ વડા, સ્વર્ગીય અબ્દુલ સત્તાર ઈધિની પત્ની બિલ્કિસ ઈધીએ જણાવ્યું હતું કે ગીતા નામની ભારતીય મુક બધીર છોકરીને મહારાષ્ટ્રમાં તેમની વાસ્તવિક માતા સાથે ફરી મળાવી દીધી છે.

બિલ્કિસએ કહ્યું “તે મારી સાથે સંપર્કમાં હતી અને આ સપ્તાહમાં તેણે મને તેની વાસ્તવિક માતાને મળવાના સારા સમાચાર આપ્યા,” બિલ્કિસે કહ્યું. તેમણે અહીં જણાવ્યું હતું કે તેનું (યુવતીનું) અસલ નામ રાધા વાઘમરે છે અને તેને તેની વાસ્તવિક માતા મહારાષ્ટ્ર રાજ્યના નૈગાંવમાં મળી છે.

બિલ્કિસના જણાવ્યા અનુસાર, તેમને ગીતા રેલ્વે સ્ટેશનથી મળી હતી અને તે 11-12 વર્ષની હશે. તેઓએ તેમને કરાચી સ્થિત તેમના કેન્દ્રમાં રાખી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે કોઈ રીતે પાકિસ્તાન આવી હતી અને જ્યારે અમે કરાચીમાં અમને મળી હતી ત્યારે તે નિરાધાર હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

બિલ્કિસે કહ્યું કે તેમણે તેનું નામ ફાતિમા રાખ્યું છે, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તે હિન્દુ છે, ત્યારે તેનું નામ ગીતા રાખવામાં આવ્યું. જોકે તે સાંભળી અને બોલી શકતી નથી. 2015 માં, ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સ્વર્ગીય સુષ્મા સ્વરાજે યુવતીને ભારત લાવવાની વ્યવસ્થા કરી હતી.

બિલ્કિસે કહ્યું કે ગીતાને તેના અસલ માતા-પિતાને શોધવામાં લગભગ સાડા ચાર વર્ષ લાગ્યાં છે અને ડીએનએ પરીક્ષણ દ્વારા તેની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે ગીતાના અસલ પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું છે અને તેમની માતા મીનાએ ફરીથી લગ્ન કર્યા છે.

Next Article