Vaccine Certificate મેળવવાની સૌથી સરળ રીત, WhatsApp પર મળી જશે તમારું સર્ટિફિકેટ

|

Oct 20, 2021 | 11:58 PM

મોબાઈલમાં OTP દાખલ કર્યા પછી, તમારું નામ દેખાશે. તમને Type 1 for downloading Cowin Certificateનો વિકલ્પ દેખાશે. તમારે 1 લખીને મોકલવાનું રહેશે. રસીનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે.

Vaccine Certificate મેળવવાની સૌથી સરળ રીત, WhatsApp પર મળી જશે તમારું સર્ટિફિકેટ
વેક્સીનેશન સર્ટીફીકેટ (સાંકેતીક તસવીર)

Follow us on

Corona Vaccine Certificate: કોરોના મહામારી સામે ચાલી રહેલા યુદ્ધમાં રસીકરણ મુખ્ય હથિયાર સાબિત થયું છે. કોરોના રસીકરણના મામલે ભારત ઘણા દેશોથી આગળ છે. આપણે ટૂંક સમયમાં જ  100 કરોડનો આંકડો પાર કરવા જઈ રહ્યા છીએ. એટલે કે, ઘણા દેશોની વસ્તી કરતાં પણ આ આંકડો વધારે છે. આપણે આ જાદુઈ આંકડાને પાર કરવામાં લગભગ 1 કરોડ ડોઝ દૂર છીએ. જોકે, હવે મુસાફરીમાં ઘણી હદ સુધી રાહત આપવામાં આવી છે. પરંતુ વિદેશ યાત્રાઓ માટે કોવિડ રસીકરણ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

 

આ રીતે ડાઉનલોડ કરો વેક્સીનેશન સર્ટિફિકેટ

જો તમે તમારું કોવિડ રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કર્યું નથી અથવા પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે તમને સૌથી સહેલો રસ્તો જણાવી રહ્યા છીએ. સૌ પ્રથમ MyGov Corona Helpdesk નંબર 9013151515 તમારા મોબાઈલમાં સેવ કરો. હવે વોટ્સએપ ખોલો અને આ નંબર પર જાઓ અને Certificate ટાઈપ કરો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

ધ્યાનમાં રાખો કે વેક્સીનેશનમાં જે મોબાઈલ નંબરથી તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે જ નંબર પરથી વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. Certificate ટાઈપ કરશો એટલે તરત જ હેલ્પડેસ્ક દ્વારા એક OTP જનરેટ કરવામાં આવશે. તમને આ વિશે રીપ્લાઈ પણ આવશે. 30 સેકન્ડની અંદર તમને મેસેજમાં OTP મળશે. ત્યારબાદ તમે આ OTP ટાઈપ કરો.

 

મોબાઈલમાં OTP દાખલ કર્યા પછી, તમારું નામ દેખાશે. તમને Type 1 for downloading Cowin Certificate નો વિકલ્પ દેખાશે. તમારે 1 લખીને મોકલવાનું રહેશે. રસીનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે. આમ કરવાથી તમે તમારું રસીકરણ પ્રમાણપત્ર પીડીએફ (PDF) ફોર્મેટમાં મેળવી શકશો. તમે તેને ડાઉનલોડ કરી લો. તમે આ પ્રમાણપત્ર સાચવીને રાખી શકો છો. જો તમે ઈચ્છો તો તમે તેની પ્રિન્ટ પણ કરાવી શકો છો અને જ્યાં જરૂર હોય ત્યાં આપી શકો છો.

 

કોવિડ રસીકરણ પ્રમાણપત્ર ખાસ કરીને મુસાફરીમાં ખૂબ મહત્વ ધરાવે છે. જો તમે સર્ટિફિકેટ વગર પ્રવાસ માટે નીકળ્યા હોવ તો તમે તમારા મોબાઈલમાં સર્ટિફિકેટ સરળતાથી મંગાવી શકો છો અને તેને ડાઉનલોડ કરીને રાખી શકો છો. આ પદ્ધતિ તરત જ કાર્ય કરે છે.

 

કોરોના વેક્સીનેશન સર્ટિફિકેટને માન્યતા આપવા 30થી વધુ દેશોએ આપી સહમતિ

તાજેતરમાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેપાળ, બેલારુસ, લેબેનોન, આર્મેનિયા, યુક્રેન, બેલ્જિયમ, હંગેરી અને સર્બિયા સહિત અન્ય દેશો ભારત સાથે પરસ્પર માન્યતા માટે સંમત થયા છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના અને ચીન એવા કેટલાક દેશો છે કે જેમના પ્રવાસીઓને ભારત આવવા માટે જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. આમાં ભારત પહોંચ્યા બાદ કોવિડ ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે. 30થી વધુ દેશો કોરોના રસી પ્રમાણપત્રને માન્ય કરવા માટે ભારત સાથે સંમત થયા છે.

 

આ પણ વાંચો :  ભારતી સિંહ પાસે 86 ગ્રામ ડ્રગ્સ મળ્યુ હતુ, તેમ છતાં મળ્યા હતા જામીન, આર્યન ખાન પાસેથી કંઈ મળ્યુ નથી તેમ છતાં આર્થર રોડ જેલમાં? આખરે શા માટે?

Next Article