કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી વિરૂધ્ધ ઓડિયો ક્લિપ લીક થતાં ભાજપે 2 નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બાહર કાઢયા

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવો ભાજપના 2 નેતાઓને ખુબ મોંઘો પડયો છે. બંને નેતાઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે કાઢી દીધા છે. બંને નેતા મહારાષ્ટના નાગપુરના છે. આ બંને નેતાઓની ફોન પર વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE […]

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી વિરૂધ્ધ ઓડિયો ક્લિપ લીક થતાં ભાજપે 2 નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બાહર કાઢયા
Kunjan Shukal

|

Jun 07, 2019 | 3:38 AM

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવો ભાજપના 2 નેતાઓને ખુબ મોંઘો પડયો છે. બંને નેતાઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે કાઢી દીધા છે. બંને નેતા મહારાષ્ટના નાગપુરના છે. આ બંને નેતાઓની ફોન પર વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓડિયોમાં જે 2 નેતાઓના અવાજ સંભળાય છે. તેમાં જયહરી સિંહ ઠાકુર અને અભય તિડકે સામેલ છે. એક અહેવાલ અનુસાર બંને નેતા લોકસભા ચૂંટણીમાં નિતીન ગડકરી વિશે વાત કરી રહ્યાં છે. આ બંને નેતાઓ ભવિષ્યવાણી કરી રહ્યાં છે કે નાગપુરમાં કોંગ્રેસ ઉમેદવાર નાના પટોલેની સામે હારી જશે. આ ઓડિયોમાં બંને નેતા કેન્દ્રીય મંત્રીને અપશબ્દ પણ બોલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં નિતીન ગડકરીએ કોંગ્રેસ ઉમેદવારને 1,97,000 મતથી હરાવ્યા હતા.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માથી નહિ પણ આ ખેલાડીથી લાગે છે સૌથી વધુ ડર

જયહરી સિંહ ઠાકુર ભાજપના નાગપુર સિટી યુનિટના ઉપાધ્યક્ષ છે. જ્યારે અભય તિડકે એક્ઝીક્યૂટિવ કમિટીના સભ્ય છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભાજપ નાગપુરના અધ્યક્ષ સુધાકર કોહલે કહ્યું કે બંને નેતાઓને લોકસભા ચૂંટણીના પરિણામની ભવિષ્યવાણી કરતા કેન્દ્રીય મંત્રી વિશે અપશબ્દ કહ્યા હતા. આ પ્રકારનું ગેરવર્તન પાર્ટીમાં ચલાવી લેવામાં નહી આવે. પાર્ટીએ બંને નેતાઓને પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati