G20 Summit: G-20 સમિટમાં ભાગ લેવા ભારત નહીં આવે શી જિનપિંગ, PM કિયાન કરશે ચીનનું પ્રતિનિધિત્વ

શી જિનપિંગ બીજા વિદેશી નેતા છે, જેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે ભારત 9-10 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરશે.

G20 Summit: G-20 સમિટમાં ભાગ લેવા ભારત નહીં આવે શી જિનપિંગ, PM કિયાન કરશે ચીનનું પ્રતિનિધિત્વ
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 7:16 AM

G20 summit: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(China President Xi Jinping) આગામી સપ્તાહે ભારતમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં. જિનપિંગના સ્થાને ચીનના વડાપ્રધાન લી કિઆંગ બેઠકમાં ભાગ લેશે. સમાચાર એજન્સીના સૂત્રોએ આ માહિતી આપી છે. આ પહેલીવાર હશે, જ્યારે શી જિનપિંગ જી-20(G20) સમિટમાં ભાગ નહીં લે. જિનપિંગ બીજા વિદેશી નેતા છે જે સંમેલનમાં ભાગ લેશે નહીં. જો કે ચીન તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: દિલ્હીમાં બે દિવસ યોજાનાર G20 સમિટનો કેવો છે લોગો-થીમ, ક્યારે અને ક્યાં થશે બેઠક, જાણો સંપૂર્ણ માહિતી

G-20ના વિશેષ સચિવ મુક્તેશ પરદેશીએ એક દિવસ પહેલા કહ્યું હતું કે ચીને હજુ સુધી જિનપિંગની ભારત મુલાકાત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન પુતિને કહ્યું હતું કે કોઈ કારણસર તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારત આવી શકશે નહીં.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

બ્રિક્સ દરમિયાન મોદી-જિનપિંગની મુલાકાત થઈ હતી

તમને જણાવી દઈએ કે શી જિનપિંગ અને પીએમ મોદીની છેલ્લી મુલાકાત દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટ દરમિયાન થઈ હતી. ભારતના વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ ભારત-ચીન સરહદી વિસ્તારોના પશ્ચિમ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વણઉકેલાયેલા મુદ્દાઓ અંગે શીને ભારતની ચિંતાઓ જણાવી હતી. મે 2020માં ગલવાનમાં થયેલી અથડામણ બાદ બંને નેતાઓની આ બીજી મુલાકાત હતી.

જિનપિંગની ગેરહાજરી એક પ્રકારનો ‘સિગ્નલ’

નિષ્ણાતોનું માનવું છે કે જી-20 સમિટમાં ભાગ ન લેવાનો શી જિનપિંગનો નિર્ણય એ એક પ્રકારનો સંકેત હશે કે ચીન ભારત સાથેના સરહદી વિવાદોને ઉકેલવા માંગતું નથી. જો કે, યુએસ પ્રમુખ જો બાઈડને કહ્યું હતું કે તેમને આશા છે કે શી જિનપિંગ જી-20 સમિટમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે બાઈડેન 8 સપ્ટેમ્બરે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

G-20 સમિટ 9-10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

તમને જણાવી દઈએ કે ભારત 9-10 સપ્ટેમ્બર સુધી દેશની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરશે. આ સંમેલનમાં વિશ્વના ઘણા મોટા નેતાઓ ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝ, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિઓ લુલા દા સિલ્વા સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લેવા માટે ભારત આવવા આમંત્રણ આપ્યું છે.

દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા

G-20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વાહનોને ત્રણ દિવસ સુધી દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જમીનથી લઈને આકાશ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જો કે, રાજધાનીમાં લોકડાઉન જેવી સ્થિતિ નહીં હોય પરંતુ સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ચુસ્ત રહેશે. PM મોદી 10 સપ્ટેમ્બરે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાને G-20ની આગામી અધ્યક્ષતા સોંપશે. 1 ડિસેમ્બરે, બ્રાઝિલ ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ ગ્રહણ કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">