G-20 મીટ: દેશના યુવાનો જોબ ધારકો નહીં, પરંતુ જોબ સર્જક બની રહ્યા છે: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી

|

Jan 28, 2023 | 8:17 PM

તેલંગાણામાં આજે 'G20 ફર્સ્ટ ઈનસેપ્શન મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, આજે ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારતીય સ્ટાર્ટઅપ્સની સફળતા આપણા યુવાનોના જુસ્સાને દર્શાવે છે.

G-20 મીટ: દેશના યુવાનો જોબ ધારકો નહીં, પરંતુ જોબ સર્જક બની રહ્યા છે: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી
G KISHAN REDDY - Union Minister

Follow us on

તેલંગાણામાં આજે ‘G20 ફર્સ્ટ ઈનસેપ્શન મીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, આજે ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આપણા યુવાનો જોબ ધારકોને બદલે જોબ સર્જકો બનવા માંગે છે. ભારતીય સ્ટાર્ટઅપ્સની સફળતા આપણા યુવાનોના જુસ્સાને દર્શાવે છે.

ઉદ્ઘાટન સત્રમાં, G20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, આજના સ્ટાર્ટઅપ્સ ભારત અને વિશ્વ માટે એક અબજ લોકો માટે શિક્ષણ, આરોગ્ય, કૃષિ ઉત્પાદકતા વગેરેની સમસ્યાઓ હલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પહેલા ભારતમાં બેંક ખાતું ખોલવામાં 8-9 મહિનાનો સમય લાગતો હતો, જ્યારે આજે બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને આ કામ 1 મિનિટમાં થઈ જાય છે. છેલ્લા 4 વર્ષથી અમે અમેરિકા, યુરોપ અને ચીન કરતાં વધુ ઝડપથી કામ કરી રહ્યા છીએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : G-20 સમિટ પહેલા ભારતને કોણ અને કેમ બદનામ કરી રહ્યું છે ? જાણો વૈશ્વિક પાસા

 

 

G-20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે ભારત

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આ શ્રેણીમાં દેશના અલગ-અલગ શહેરોમાં સંગઠનના શિખર સંમેલન સહિત સમૂહની 200 જેટલી બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા 11 અને 12 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના આગ્રામાં G20 દેશોના મહેમાનોની બેઠકનો પ્રસ્તાવિત છે. આ દેશોના પ્રતિનિધિઓ 10 ફેબ્રુઆરીની રાત સુધીમાં શહેરમાં આવશે અને 11 ફેબ્રુઆરીએ મહિલા સશક્તિકરણ પરના કાર્યક્રમમાં ભાગ લેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ નવનીત સિંહ ચહલે શુક્રવારે જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના રોજ G-20 દેશોના મહેમાનો તાજમહેલ, કિલ્લો અને એત્માદૌલાના મકબરાની મુલાકાત લેશે, જેના કારણે ત્રણેય સ્મારકો સામાન્ય પ્રવાસીઓ માટે લગભગ 4 કલાક સુધી બંધ રહેશે, પરંતુ હજુ સમય નક્કી કર્યો નથી.

85000 સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન

કિશન રેડ્ડીએ ભારતમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિશે પણ જાણકારી આપી અને કહ્યું કે ભારત આજે સ્ટાર્ટઅપ એન્ગેજમેન્ટ ગ્રુપ માટે આદર્શ સ્થાન છે, કારણ કે અમારી પાસે 350$ બિલિયન ડોલરના સંયૂક્ત મુલ્યાંકન પર 100થી વધારે યૂનિકોર્નની સાથે લગભગ 85000 રજીસ્ટ્રર સ્ટાર્ટઅપ છે. આપણે આ નંબરની સાથે દુનિયામાં ત્રીજા સ્થાન પર છીએ.

Published On - 2:21 pm, Sat, 28 January 23

Next Article