Delhi: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી આજે ‘ભારત છોડો આંદોલન’ પ્રદર્શન કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન

|

Aug 08, 2021 | 9:49 AM

મહાત્મા ગાંધીએ 8 ઓગસ્ટ 1942 ના રોજ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવા 'ભારત છોડો' આંદોલનની શરૂઆત કરી હતી. આ પછી આઝાદીની ચળવળ ઉગ્ર બની હતી.

Delhi: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી આજે ભારત છોડો આંદોલન પ્રદર્શન કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન
G Kishan Reddy (File Photo)

Follow us on

Delhi:  કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી (G Kishan Reddy) આજે એટલે કે, રવિવારે સવારે 11:30 વાગ્યે ‘ભારત છોડો આંદોલન’ પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. આપને જણાવવું રહ્યું કે, આ પ્રદર્શન નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયા, દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી રહ્યું છે.

રવિવારે ભારત છોડો આંદોલનના 79 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રદર્શન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નો એક ભાગ છે જે આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે ઉજવવામાં આવી રહ્યું છે. ઉદ્ઘાટનમાં સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી (Minakshi Lekhi) અને અર્જુન રામ મેઘવાલ પણ ઉપસ્થિત રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સંસ્કૃતિ મંત્રાલયે (Ministry of Culture) જણાવ્યું હતું કે, “આ પ્રદર્શન ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ‘ભારત છોડો આંદોલન’ ના મહત્વને જાહેર રેકોર્ડ, ખાનગી પત્રો, નકશા, ફોટોગ્રાફ્સ અને સંબંધિત સામગ્રી દ્વારા દર્શાવવાનો પ્રયાસ છે. આ પ્રદર્શન સામાન્ય લોકો માટે 9 ઓગસ્ટથી 8 નવેમ્બર 2021 સુધી સવારે 10.00 થી સાંજે 5.30 સુધી ખુલ્લું રહેશે.

આઝાદીની લડતમાં 8 ઓગસ્ટનું વિશેષ મહત્વ

8 ઓગસ્ટનો દિવસ દેશની આઝાદીની લડતમાં વિશેષ મહત્વ (Importance) ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહાત્મા ગાંધીએ 8 ઓગસ્ટ 1942 ના રોજ ‘ભારત છોડો’ આંદોલનની શરૂઆત કરી હતી, જેમાં ભારતમાં બ્રિટિશ શાસનનો (British) અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી. આ પછી આઝાદીની ચળવળ ઉગ્ર બની હતી.

ઉપરાંત આ દિવસે 1942 માં, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા બોમ્બેમાં એક સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્ર બોમ્બેના ગ્વાલા ટેન્ક મેદાનમાં (Gwala Tank Ground) થયું હતુ, જેથી તે દિવસથી તેને ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

મહાત્મા ગાંધીએ આ સમયગાળા દરમિયાન ‘કરો અથવા મરો’ (Do or Die) સૂત્ર પણ આપ્યું હતું. 8 ઓગસ્ટ પછી આ આંદોલન દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાયું અને આંદોલનને દબાવવા માટે અંગ્રેજોએ સામૂહિક ધરપકડ પણ શરૂ કરી હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓની (Congress Leader) ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધી સાથે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અબુલ કલામ આઝાદનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: જમ્મુ -કાશ્મીરમાં સરકારી શાળાઓના નામ શહીદોના નામ પર રાખવામાં આવશે, સરકારે લીધો નિર્ણય

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’

Next Article