હવેથી ટ્રેનમાં મોટા ગ્રુપમાં પણ થઇ શકશે પ્રવાસ, રેલવે વિભાગે બંધ કરેલી ગ્રુપ ટિકિટિંગની સુવિધા ફરી શરુ કરી

|

Nov 13, 2021 | 4:07 PM

મુસાફરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને અંતે ગ્રુપ રિઝર્વેશન ટિકિટ આપવાની સુવિધા શરૂ કરી છે.

હવેથી ટ્રેનમાં મોટા ગ્રુપમાં પણ થઇ શકશે પ્રવાસ, રેલવે વિભાગે બંધ કરેલી ગ્રુપ ટિકિટિંગની સુવિધા ફરી શરુ કરી
Railway's PRS will remain closed for 7 days

Follow us on

એક સાથે ગ્રુુુપમાં મુસાફરી(Travel)ની ઇચ્છા ધરાવનારા લોકોની મુશ્કેલીઓનો અંતે અંત આવ્યો છે. કોરોનાકાળ(Corona pandemic)માં બંધ થયેલી ગ્રુપ ટિકિટ કરાવવાની સુવિધાને રેલવે વિભાગ(Railway Department) દ્વારા ફરીથી શરુ કરવામાં આવી છે. આ સુવિધા રેલવે વિભાગના તમામ મુખ્ય સ્ટેશનના રિઝર્વેશન ટિકિટ બુકિંગ કાઉન્ટર પર જ ઉપલબ્ધ રહેશે. હવેથી લગ્ન કે પ્રવાસ માટે નાગરિકો ગ્રુપ ટિકિટ કરાવી શકશે

માર્ચ 2020માં બંધ કરી હતી સુવિધા
કોરોના મહામારીમાં લૉકડાઉન સમયે ભારતમાં 22 માર્ચ 2020ના રોજથી ટ્રેનોને બે મહિના માટે રોકી દેવામાં આવી હતી. આ સાથે એસી કોચમાં પડદા હટાવી દેવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટેએસી કોચમાં ચાદર અને ધાબળા આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતુ. આ સિવાય ઓછામાં ઓછા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ગ્રુપ રિઝર્વેશન ટિકિટ બનાવવા પર પ્રતિબંધ હતો પરંતુ હવે રેલવે વિભાગે ગ્રુપ ટિકિટની સેવા ફરી કરાવી શકાય તેવી સુવિધા શરુ કરી છે.

મુસાફરોને હાલાકી પડતી હતી
મુસાફરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને અંતે ગ્રુપ રિઝર્વેશન ટિકિટ આપવાની સુવિધા શરૂ કરી છે. કોરોના સંક્રમણ ઓછો થયા બાદ તમામ એક્સપ્રેસ અને મેલ ટ્રેનો દોડવા લાગી છે. લોકો યાત્રાધામો, પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા લાગ્યા છે. લોકો લગ્નની સરઘસમાં પણ જાય છે. જોકે ગ્રૂપ ટિકિટ ન મળવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેથી રેલવે વિભાગે આ સુવિધા શરુ કરી. આ સુવિધા મોટા રેલવે સ્ટેશનોના રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ હશે.

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુધીર સિંઘે જણાવ્યું હતું કે ગ્રુપ રિઝર્વેશન ટિકિટ મળવા લાગી છે. કેટલાક સ્ટેશનો પર ગ્રૂપ ટિકિટ આપવામાં સમસ્યા છે, તેને જલ્દી ઉકેલવામાં આવી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગ્રુપ ટિકિટ લેવા માટેની પ્રોસેસ શું છે?
છથી વધુ વ્યક્ત એકસાથે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોય તો તેના માટે ગ્રુપ ટિકિટ લેવી પડે છે. ગ્રુપ ટિકિટમાં મુસાફરોની સંખ્યા સો કરતાં વધુ હોઈ શકે છે. આ માટે મુસાફરોના નામની યાદી તૈયાર કરીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને આપવાની હોય છે, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટની મંજૂરી બાદ રિઝર્વેશન કાઉન્ટર પર બેઠેલા કર્મચારી ગ્રુપ ટિકિટ બનાવે છે. જૂથ ટિકિટ ધારકોને એક જ કોચમાં બર્થ આપવામાં આવે છે. 72થી વધુ મુસાફરોના કિસ્સામાં, બાજુના કોચમાં બર્થ આપવામાં આવે છે. મોટાભાગે પર્યટન, યાત્રાધામો અને સરઘસમાં જનારા લોકોને જ ગ્રૂપ ટિકિટ મળે છે. હાલમાં, કોરોના સંક્રમણને કારણે છ લોકો એક સાથે રિઝર્વેશન ટિકિટ લઈ શકે છે.

આ પણ વાંચોઃ નાંદેડ હિંસા પાછળ રઝા એકેડમીનું કાવતરું ! BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું “સંગઠન પર પ્રતિબંધ લગાવો, નહીં તો તમારો અંત આવશે”

આ પણ વાંચોઃ નર્મદા મૈયાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ કરાયું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ-પ્રથમ નર્મદા આરતી કરશે

 

Next Article