પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

|

Sep 18, 2021 | 3:37 PM

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.ઉલ્લેખનીય છે કે,બાબુલ સુપ્રિયો 2014 માં ભાજપમાં જોડાયા હતા અને બે વખત આસનસોલથી ચૂંટાયા હતા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા
Former Union Minister Babul Supriyo joins TMC

Follow us on

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો (babul supriyo)ટીએમસીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે,બાબુલ સુપ્રિયોએ થોડા દિવસો પહેલા જ ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

ભાજપના ભૂતપૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

કેબિનેટમાં ફેરબદલ અને વિસ્તરણ પહેલા પર્યાવરણ રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ સાત જુલાઈએ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી (Central Minister Commission) રાજીનામું આપ્યું હતું. સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતા સુપ્રિયોએ લખ્યું હતુ કે મને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતુ.ઉલ્લેખનીય છે કે,બાબુલ સુપ્રિયો 2014 માં ભાજપમાં(BJP) જોડાયા હતા અને બે વખત આસનસોલથી ચૂંટાયા હતા.

 

TMCના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીની હાજરીમાં તેઓ પાર્ટીમાં જોડાયા

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ જેમણે તાજેતરમાં જ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો.ત્યારે તેઓ પશ્ચિમ બંગાળમાં (West Bengal) શાસક તૃણમૂલ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે.તમને જણાવી દઈએ કે, ટીએમસીના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જી અને પાર્ટીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા.તૃણમૂલ કોંગ્રેસના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી આપવામાં આવી છે.

ભાજપના ઘણા નેતાઓ ટીએમસીના સંપર્કમાં છે : પક્ષના નેતા કુણાલ ઘોષ

બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા બાદ પક્ષના નેતા કુણાલ ઘોષે જણાવ્યુ હતુ કે, ભાજપના ઘણા નેતાઓ ટીએમસીના સંપર્કમાં છે. તેઓ ભાજપથી સંતુષ્ટ નથી. અન્ય નેતાઓ પણ ટીએમસીમાં જોડાવા માંગે છે. વધુમાં કહ્યુ કે,  આ પ્રક્રિયા ચાલુ રહેશે જોતા રહો.

આ પણ વાંચો: Proud Moment For Gujarat Police: સમયસર ચાર્જશીટ દાખલ કરવામાં દેશભર માંથી ગુજરાત પોલીસ પ્રથમ, રાજકોટ શહેર પોલીસે પણ પહેલા નંબરે ગાળ્યો ઝંડો

આ પણ વાંચો:  દેશવાસીઓ માટે ખુશખબર, ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે દિલ્હી અને જયપુર વચ્ચે ટૂંક સમયમાં શરૂ કરવાામાં આવશે : નીતિન ગડકરી

Published On - 3:11 pm, Sat, 18 September 21

Next Article