Haryana : ભૂતપૂર્વ CM ઓપી ચૌટાલાએ ધોરણ 10માં અંગ્રેજી વિષયની પરીક્ષા કરી પાસ, જાણો કેટલા માર્કસ મેળવ્યા !

|

Sep 05, 2021 | 8:54 AM

પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) ઓ.પી. ચૌટાલા ધોરણ 10 માં અંગ્રેજી વિષયમાં ઉતિર્ણ થયા છે. ઓ.પી. ચૌટાલાએ અંગ્રેજી વિષયમાં 88 ગુણ મેળવીને પરીક્ષા પાસ કરી છે.

Haryana : ભૂતપૂર્વ CM ઓપી ચૌટાલાએ ધોરણ 10માં અંગ્રેજી વિષયની પરીક્ષા કરી પાસ, જાણો કેટલા માર્કસ મેળવ્યા !
Om Prakash Chautala (File Photo)

Follow us on

Haryana :  હરિયાણાના પૂર્વ CM ઓમ પ્રકાશ ચૌટાલાએ 86 વર્ષની વયે ધોરણ 10 માં અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી. ચૌટાલાએ અંગ્રેજી વિષયમાં 88 માર્ક્સ મેળવીને પરીક્ષા પાસ કરી છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણા બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનના અધ્યક્ષ ડો. જગબીરે, ચૌટાલાને આ સિદ્ધિ અંગે માહિતી આપી. હવે આગામી સમયમાં ઓ.પી. ચૌટાલાનું (Om Prakash Chautala) ધોરણ 12 નું પરિણામ પણ જાહેર થશે.

હરિયાણા શાળા શિક્ષણ બોર્ડે દ્વારા 18 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ધોરણ 10 અને 12 ની એક દિવસીય પરીક્ષાનું આયોજન કર્યું હતું, જેમાં નિયમિત ગુણ સુધારણા અને કમ્પાર્ટમેન્ટના ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ભૂતપૂર્વ સીએમ ઓપી ચૌટાલાએ ધોરણ 10 માં અંગ્રેજીનું પેપર (English Subject) આપ્યા બાદ આ પરીક્ષા ચર્ચાનો વિષય બની હતી.

તમને જણાવી દઈએ કે પૂર્વ સીએમ ઓપી ચૌટાલાએ આ પરીક્ષા સિરસાની આર્ય સિનિયર સેકન્ડરી સ્કૂલમાં (Arya Senior Secondary School) આપી હતી. ઉપરાંત તેમને હાથમાં ઈજા થવાને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા રાઈટરની પરવાનગી પણ આપવામાં આવી હતી.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

રાજ્યનું 84.50 ટકા પરિણામ : બોર્ડના અધ્યક્ષ  ડો. જગબીર સિંહ

શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ડો. જગબીર સિંહે (Dr. Jagbir Singh) જણાવ્યું હતુ કે આ પરીક્ષામાં રાજ્યનું કુલ પરિણામ 84.80 ટકા રહ્યુ છે. વધુમાં જણાવ્યુ કે, 3697 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 3135 પાસ થયા અને 562 ઉમેદવારો નાપાસ થયા છે. જેને કારણે કુલ પરિણામ 84.50 ટકા નોંધાયુ છે.

શિક્ષણ બોર્ડના પ્રમુખે ફોન કરીને ઓપી ચૌટાલાને પરિણામની જાણ કરી

હરિયાણામાં 18 ઓગસ્ટના રોજ યોજાયેલી એક દિવસીય પરીક્ષાના પરિણામો જાહેર કરતા, શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ડો. જગબીર સિંહે જણાવ્યું હતું કે, 14000 ઉમેદવારો કે જેમણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ ગુણ સુધારણા માટે અરજી કરી હતી. જેમાં પૂર્વ સીએમ ઓપી ચૌટાલા પણ સામેલ છે.

ડો. જગબીર સિંહે જણાવ્યું હતુ કે ધોરણ 10 માં પરિણામ 84.50 ટકા અને ધોરણ 12 નું પરિણામ 55.18 ટકા નોંધાયુ છે. વધુમાં જણાવ્યુ કે, ઓ.પી. ચૌટાલાએ અંગ્રેજીના વિષયમાં 88 માર્કસ મેળવીને (Marks) પરિક્ષા પાસ કરી છે. પરિણામ જાહેર કર્યા બાદ શિક્ષણ બોર્ડના (Haryana Education Board) પ્રમુખે ફોન કરીને પૂર્વ સીએમ ઓપી ચૌટાલાને પરિણામ વિશે જાણ કરી હતી.

 

આ પણ વાંચો: National Teachers Award: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં 44 ગુરુજનોનું કરાશે સન્માન, વાંચો સન્માન પામનારા શિક્ષકોનું લિસ્ટ

આ પણ વાંચો:  Nipah Virus: કોરોના સામે લડતા કેરળ પર નવો ખતરો, કોઝીકોડમાં નિપાહ વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો

Published On - 8:49 am, Sun, 5 September 21

Next Article