કર્ણાટકના પૂર્વ સીએમ Yediyurappaની પૌત્રી Soundarya બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી
કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા બેંગલુરુના એક ખાનગી એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી. તેની લાશ છતથી લટકતી હાલતમાં મળી આવી.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાની (Former Karnataka CM BS Yediyurappa) પૌત્રી સૌંદર્યાએ (Soundarya) શુક્રવારે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તે 30 વર્ષની હતી. હાલ બોરિંગ અને લેડી કર્ઝન (Bowring and Lady Curzon Hospital) હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.
બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ માહિતી આપી છે. સૌંદર્યા બેંગ્લોરની એમએસ રામૈયા હોસ્પિટલમાં ડૉક્ટર હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે શહેરના માઉન્ટ કાર્મેલ કોલેજ પાસેના એક એપાર્ટમેન્ટમાં તેના પતિ અને છ મહિનાના બાળક સાથે રહેતી હતી.
Former Karnataka CM BS Yediyurappa’s granddaughter Soundarya found hanging at a private apartment in Bengaluru. Postmortem is going on at Bowring and Lady Curzon Hospital: Office of BS Yediyurappa
— ANI (@ANI) January 28, 2022
સૌંદર્યાના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. તે શુક્રવારે સવારે મૃત હાલતમાં મળી આવી છે અને મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે. સૌંદર્યા યેદિયુરપ્પાની પ્રથમ પુત્રી પદ્માની પુત્રી છે.
તેના મૃત્યુના સમાચારથી તેમના પરિવાર અને રાજ્ય ભાજપને આઘાત લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા યેદિયુરપ્પાને સાંત્વના આપવા માટે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ તેમના કેબિનેટ સાથીદારો સાથે હોસ્પિટલ પહોંચ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે.
આ પણ વાંચો –
UP Assembly Election 2022: CM યોગી આદિત્યનાથે કોને કહ્યું જિન્નાના પૂજક ? કહ્યું- પાકિસ્તાન તેમને વહાલું છે.
આ પણ વાંચો –
Maharashtra : ટીપુ સુલતાન મુદ્દે રાજકારણ ગરમાયુ, પ્રકાશ આંબેડકરે BJP પર લગાવ્યો ગંભીર આરોપ
આ પણ વાંચો –