AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FLASHBACK 2019: વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના ટોપ-10 ચુકાદા

સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વના ચુકાદા આપ્યા જે ઐતિહાસિક રહ્યાં. કેટલાક મુદ્દે સુપ્રીમ કોર્ટે નવી વ્યવસ્થા આપી તો વર્ષોથી વિવાદમાં પડેલા મુદ્દાને પણ કોર્ટે ઉકેલ્યો છે. ત્યારે જોઈએ વર્ષ 2019ના ટોપ-10 સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણયો.   1) અયોધ્યા પર ઐતિહાસિક નિર્ણય સુપ્રીમ કોર્ટે 9મી નવેમ્બરે અયોધ્યા જમીન વિવાદ કેસમાં ઐતિહાસિક […]

FLASHBACK 2019: વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના ટોપ-10 ચુકાદા
| Updated on: Dec 29, 2019 | 12:04 PM
Share

સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા

વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વના ચુકાદા આપ્યા જે ઐતિહાસિક રહ્યાં. કેટલાક મુદ્દે સુપ્રીમ કોર્ટે નવી વ્યવસ્થા આપી તો વર્ષોથી વિવાદમાં પડેલા મુદ્દાને પણ કોર્ટે ઉકેલ્યો છે. ત્યારે જોઈએ વર્ષ 2019ના ટોપ-10 સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણયો.

1) અયોધ્યા પર ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટે 9મી નવેમ્બરે અયોધ્યા જમીન વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા રામલલ્લા વિરાજમાનને જમીન સોંપી. ત્યારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપવા આદેશ કર્યો. કોર્ટે આદેશમાં મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવા કહ્યું, જેમાં નિર્મોહી અખાડાને સામેલ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો.

2) મહારાષ્ટ્ર સરકારને આપ્યો ઝટકો

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે શપથ લેતા વિપક્ષની અરજીને પગલે કોર્ટે સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો. રાજ્યપાલને અસ્થાયી અધ્યક્ષની નિમણૂક કરવાનું કહ્યું સાથે જ કોર્ટેની બેંચે સદનમાં ગુપ્ત મતદાન પર રોક લગાવી. જેથી ફડણવીસ સરકારને ઝટકો લાગ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3) CBI વિવાદમાં સરકારને ફટકાર

CBI વડા આલોક વર્માને તેમના હોદ્દા પરથી હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી અને તેમની CBIના વડા તરીકે નિમણૂંક કરી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તરત જ કેન્દ્ર સરકારે તેમની ટ્રાન્સફર કરી દીધી. આ વિવાદ બાદ આલોક વર્માએ રાજીનામું આપી દીધું હતું.

4) રાફેલ પર સરકારને ક્લીનચિટ

રાફેલ વિમાન સોદાને લઈને કરવામાં આવેલી અરજી પર કોર્ટે વિપક્ષને તો ઝટકો આપ્યો. સાથે જ કોર્ટે કહ્યું કે આ સોદામાં કોઈ જ ગેરરીતિ નથી થઈ. કોર્ટે એમ પણ કહ્યું કે આ મુદ્દે બીજી વખત સુનાવણીની જરૂર નથી.

5) RTIના દાયરામાં CJI

સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસની ઓફિસ આરટીઆઈના દાયરામાં રાખવાનો નિર્ણય કરતા એ વાત સાફ કરી કે લોકો પ્રત્યે તેની જવાબદારીને નકારી શકાય નહીં. જો કે કોર્ટે એ પણ માન્યું કે RTIના માધ્યમથી કંઈ પણ જાણકારી આપી નહીં શકાય. ન્યાયપાલિકાની સ્વતંત્રતાનું ધ્યાન રાખવાનું પણ કોર્ટે માન્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

6) અયોગ્ય પરંતુ લડી શકે ચૂંટણી

સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ દ્વારા 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. પરંતુ કોર્ટે કહ્યું કે તેઓ ચૂંટણી લડી શકે છે કેમ કે રાજીનામું આપવાથી સ્પીકરનો અધિકાર પૂર્ણ નથી થતો.

7) ‘ચોકીદાર ચૌર હે’નો મુદ્દો

‘ચોકીદાર ચૌર હે’ના મુદ્દે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીની અરજી માની તેમને ચેતવણી આપી છોડી દીધા. કોર્ટે કહ્યું કે બંધારણીય પદ પર બેઠેલા લોકો પ્રત્યે સમજી વિચારીને નિવેદન આપવું. લોકસભા ચૂંટણી વખતે રાહુલે અનેક જાહેર સભામાં ‘ચોકીદાર ચૌર હે’ના નારા લગાવી પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

8) પ્રદુષણ પર કડક બની સુપ્રીમ કોર્ટ

દિલ્લીમાં વધતા પ્રદુષણને લઈને કોર્ટે સરકારની ઝાટકણી કાઢી. કોર્ટે કહ્યું કે દમ ઘુંટતી હવામાં શ્વાસ લેવા કરતાં સારુ છે કે એક વખતમાં વિસ્ફોટ કરી લોકોને મારી નાંખવામાં આવે. કોર્ટે કહ્યું કે દિલ્લી સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.

9) સમજૂતીના આધારે દુષ્કર્મનો કેસ બંધ

કેરળ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના આરોપીને પીડિત મહિલા સાથે થયેલી સમજૂતીને આધારે રદ કરવાનો નિર્ણય આપ્યો. કેરળ હાઈકોર્ટે કેસ બંધ કરવાનું કહેતા આરોપી સુપ્રીમના શરણે ગયો હતો, જેથી યુવકની શપથપત્ર અને પરિસ્થિતિ જોતા કોર્ટે માન્યુ કે આરોપી સામે કાર્યવાહી બંધ કરવી જોઈએ.

10) મેમરી કાર્ડ પણ મહત્વનો દસ્તાવેજ

સુપ્રીમ કોર્ટે અપરાધના કેસમાં મેમરી કાર્ડને એક મહત્વનો દસ્તાવેજ માન્યો. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને દિનેશ માહેશ્વરીની બેંચે યૌન ઉત્પીડન કેસમાં આ નિર્ણય આપ્યો. ફેબ્રુઆરી 2017ના કોચી કેસમાં કારમાં કેરળની અભિનેત્રીનું યૌન ઉત્પીડન થયું હતું, જેનો વીડિયો એક ફોનના મેમરી કાર્ડમાં હતો.

આ પણ વાંચો: આણંદ: જાણો બિનવારસી શ્વાનના બચ્ચાને દત્તક આપવાના કાર્યક્રમમાં શું થયું?

g clip-path="url(#clip0_868_265)">