Modi Cabinetમાં ગુજરાતનાં 5 સાંસદો, માંડવીયાને કેન્દ્રીય પ્રધાન બનાવાયા, જુઓ સાંસદોની રાજકીય સફર

|

Jul 07, 2021 | 9:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં ગુજરાતનાં પાંચ સાંસદનો સમાવેશ થયો છે. ત્યારે કોણ-કોણ છે આ સાંસદો અને તેમની રાજકીય સફર પર એક નજર કરીએ.

Modi Cabinetમાં ગુજરાતનાં 5 સાંસદો, માંડવીયાને કેન્દ્રીય પ્રધાન બનાવાયા, જુઓ સાંસદોની રાજકીય સફર
ગુજરાતના સાંસદોની રાજકીય સફર

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં ગુજરાતનાં પાંચ સાંસદનો સમાવેશ થયો છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં મનસુખ માંડવિયાને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન બનાવાયા છે. તેમણે આરોગ્ય અને રસાયણ વિભાગનો પણ ચાર્જ સોંપાયો છે. આ સાથે માંડવીયાને કેમિકલ ફર્ટીલાઇઝર વિભાગનો પ્રભાર પણ મળ્યો છે. તો અમિત શાહને કો.ઓપરેશનનો પ્રભાર અને ડૉ.મહેન્દ્ર મુંજપરાને બાળ વિકાસ રાજ્યમંત્રી બનાવાયા છે.ત્યારે કોણ-કોણ છે આ સાંસદો અને તેમની રાજકીય સફર પર એક નજર કરીએ.

 

1) મનસુખ માંડવીયા- 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

માંડવીયા વર્ષ 2002માં પાલીતાણાથી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. તેઓ ગુજરાત એગ્રોના ચેરમેન રહી ચુક્યા છે. હાલ તેઓ કેન્દ્રમાં રાજ્યકક્ષાના શિપિંગ અને કેમિકલ્સ, ખાતર વિભાગના પ્રધાન છે. તેઓ 2012 બાદ 2018માં ફરી રાજ્યસભાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

2) પુરષોત્તમ રૂપાલા-

ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ હાલ કેબિનેટમાં પંચાયતી રાજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પણ છે. વર્ષ 1988થી 1991માં અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ હતા. નોંધનીય છેકે પુરષોત્તમ રૂપાલા ત્રણ વાર ગુજરાતમાં ધારાસભ્ય પદે ચૂંટાયા છે.

3) દર્શના જરદોશ-

તેઓ વર્ષ 2009માં પ્રથમવાર લોકસભાના સાંસદ ચૂંટાયા છે. વર્ષ 2000માં સુરત મનપાના વોર્ડ-8ના મહિલા કાઉન્સિલર બન્યા હતા. વર્ષ 2002માં મનપાની સાંસ્કૃતિક કમિટીના ચેરમેન બન્યા હતા. વર્ષ 2005માં સુરત ભાજપના મહિલા મોરચાના પ્રમુખ બન્યા હતા. વર્ષ 2006માં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના જનરલ સેક્રેટરી બન્યા હતા. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા. 2010માં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના જનરલ સેક્રેટરી બન્યા. 2013માં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી બન્યા. 2014માં ફરી એકવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019માં પણ સતત ત્રીજીવાર સાંસદ બન્યા હતા.

3) દેવુસિંહ ચૌહાણ-

તેઓ ખેડાથી લોકસભાના સાંસદ છે. હાલ તેઓ સંસદની સ્ટેન્ડિંગ કમિટી ઓન ડિફેન્સના સભ્ય છે. વર્ષ 2014માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ ડિપ્લોમા ઇલેક્ટ્રીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે.

4) મહેન્દ્ર મુંજપરા-

સુરેન્દ્રનગરથી ભાજપના લોકસભાના સાંસદ છે. હાલ તેઓ સંસદની સ્ટેન્ડિંગ કમિટી ઓન હેલ્થ અને ફેમિલી વેલ્ફેરના સભ્ય છે. તેઓ સેવાકીય પ્રવૃત્તિ માટે સુરેન્દ્રનગરમાં જાણીતા નેતા છે. તેઓ ચુવાળીયા કોળી સમાજના આગેવાન પણ છે.

આ પાંચ ગુજરાતના સાંસદોમાં મનસુખ માંડવીયા અને પુરષોત્તમ રૂપાલા હાલમાં કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન ધરાવે છે. જયારે દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરા આ ત્રણેય સાંસદોનો મોદીની કેબિનેટમાં નવો સમાવેશ થશે. જેથી નવા 3 સાંસદોના કેબિનેટમાં સ્થાન મળવાથી ગુજરાતના નેતાઓના કદમાં વધારો થયો છે.

 

Published On - 6:20 pm, Wed, 7 July 21

Next Article