અદાણી ગ્રુપ પર Fitchનો સૂર બદલાયો, કહ્યું- રિપોર્ટમાં ગણતરીમાં ભૂલ હતી

|

Sep 08, 2022 | 7:59 PM

ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સીના એક યુનિટે અદાણી (Adani) ગ્રૂપની લોન સ્ટ્રક્ચર પર પોતાનું જૂનું વલણ બદલ્યું છે. એજન્સીએ પોતાના જૂના નિવેદનને સુધારીને કહ્યું છે કે ગણતરીમાં ભૂલ હતી.

અદાણી ગ્રુપ પર Fitchનો સૂર બદલાયો, કહ્યું- રિપોર્ટમાં ગણતરીમાં ભૂલ હતી
Gautam Adani
Image Credit source: File Photo

Follow us on

અદાણી ગ્રુપ (adani)માટે સારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં, Fitch ગ્રૂપની ક્રેડિટસાઇટ્સે અદાણી ગ્રૂપ વિશે ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. પરંતુ હવે આ ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સીના યુનિટે અદાણી ગ્રૂપના લોન માળખાને લઈને તેનું જૂનું સ્ટેન્ડ બદલ્યું છે. એજન્સીએ તેના અગાઉના નિવેદનને સુધારીને કહ્યું કે ગણતરીમાં ભૂલ થઈ હતી. તમને જણાવી દઈએ કે, ક્રેડિટસાઈટ્સે પોતાના પહેલા રિપોર્ટમાં કહ્યું હતું કે અદાણી ગ્રુપ પર લોન વધારે છે. અને તે દેવાની જાળમાં ફસાઈ શકે છે. Fitchના અહેવાલ બાદ અદાણી જૂથે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની અડધાથી વધુ લોનની ચૂકવણી કરવામાં આવી છે.

Fitchના નવા રિપોર્ટમાં શું છે ?

વિશ્વના ત્રીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની વિશે Fitch કહ્યું છે કે એક યુનિટ સામે લોન વધુ છે, જે ભવિષ્યના એક્વિઝિશનને કારણે ક્રેડિટ પ્રોફાઇલને આંચકો આપી રહી છે. આ સિવાય ક્રેડિટસાઈટ્સે ગણતરીની ભૂલને ધ્યાનમાં લઈને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી પાવર લિમિટેડના નફા અને લોનના આંકડા પણ સુધાર્યા છે. તમને જણાવી દઈએ કે, ફિચના જૂના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફિચના પ્રથમ અહેવાલમાં શું હતું?

ક્રેડિટસાઇટ્સના પ્રથમ અહેવાલ મુજબ, અદાણી જૂથ દ્વારા આક્રમક વિસ્તરણને કારણે તેના ક્રેડિટ મેટ્રિક્સ અને રોકડ પ્રવાહ પર દબાણ આવ્યું છે. આ જૂથને દેવાની જાળમાં ફસાવી શકે છે. અદાણી ગ્રૂપના પ્રમોટરો તરફથી ફંડ ઇન્ફ્યુઝનનો ઉલ્લેખ કરતાં એજન્સીએ કહ્યું હતું કે અમે ગ્રૂપ કંપનીઓમાં પ્રમોટર ઇક્વિટી કેપિટલ ઇન્જેક્શનના બહુ ઓછા પુરાવા જોયા છે.

કેટલું દેવું બાકી રહ્યું?

અદાણી ગ્રૂપ પાસે ઉપલબ્ધ રોકડને ધ્યાનમાં લેતાં, માર્ચ 2022માં તેની પાસે રૂ. 1.88 લાખ કરોડનું કુલ દેવું અને રૂ. 1.61 લાખ કરોડની ચોખ્ખી લોન હતી. જૂથે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2015-16માં તેની કંપનીઓના કુલ ઋણમાં જાહેર બેંકો પાસેથી લીધેલી લોનનું પ્રમાણ 55 ટકા હતું, પરંતુ નાણાકીય વર્ષ 2021-22માં કુલ દેવું ઘટીને માત્ર 21 ટકા થઈ ગયું છે.

Next Article