Operation Kaveri: સુદાનથી જેદ્દાહ માટે રવાના થયા 278 ભારતીય, જલ્દી જ વતન પરત ફરવા માટે ભરશે ઉડાન
જણાવી દઈએ કે ગઈકાલે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને ઓપરેશન કાવેરી વિશે માહિતી આપી હતી. જેદ્દાહમાં એરફોર્સના બે એરક્રાફ્ટ સ્ટેન્ડબાય પર છે. ભારતીય નાગરિકો આ વિમાનો દ્વારા ભારત પરત ફરશે. INS સુમેધા ભારતીય નાગરિકોને જેદ્દાહ લઈ જવા માટે જવાબદાર છે.
Operation Kaveri: હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોની પ્રથમ બેચ સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ માટે રવાના થઈ છે. આ બેચમાં કુલ 278 નાગરિકો છે. તેમને INS સુમેધા મારફતે સુદાન પોર્ટથી જેદ્દાહ લાવવામાં આવી રહ્યા છે. અહીં પહોંચ્યા બાદ તેમને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા ભારત લાવવામાં આવશે.
First batch of stranded Indians leave Sudan under #OperationKaveri.
INS Sumedha with 278 people onboard departs Port Sudan for Jeddah. pic.twitter.com/4hPrPPsi1I
— Arindam Bagchi (@MEAIndia) April 25, 2023
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સુદાનમાં ફસાયેલા ભારતીયોની તસવીરો ટ્વીટ કરી છે. તસ્વીરોમાં ભારતીય નાગરિકો INS સુમેધામાં સવાર થતા જોઈ શકાય છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન ઓપરેશન કાવેરી પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: PM Modi in Kerala: વંદે ભારતમાં બાળકોને મળ્યા વડાપ્રધાન મોદી, કોઈએ સંભળાવી કવિતા તો કોઈએ બતાવી પેઈન્ટિંગ
જેદ્દાહમાં એરફોર્સના બે એરક્રાફ્ટ સ્ટેન્ડબાય પર
જણાવી દઈએ કે ગઈકાલે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને ઓપરેશન કાવેરી વિશે માહિતી આપી હતી. જેદ્દાહમાં એરફોર્સના બે એરક્રાફ્ટ સ્ટેન્ડબાય પર છે. ભારતીય નાગરિકો આ વિમાનો દ્વારા ભારત પરત ફરશે. INS સુમેધા ભારતીય નાગરિકોને જેદ્દાહ લઈ જવા માટે જવાબદાર છે.
હિંસામાં એક ભારતીયનું પણ મોત
ભારત સરકારે કહ્યું છે કે સમગ્ર સુદાનમાં 3 હજારથી વધુ ભારતીયો ફસાયેલા છે અને અમારી પ્રથમ પ્રાથમિકતા તેમને સુરક્ષિત રીતે ભારત લાવવાની છે. સુદાનમાં 10 દિવસથી હિંસા ચાલુ છે. તાજેતરમાં જ હિંસા દરમિયાન એક ભારતીયનું પણ મોત થયું હતું.
સુદાનમાં થયેલી હિંસા મુદ્દે PM નરેન્દ્ર મોદીએ યોજી હતી ઉચ્ચ સ્તરીય બેઠક, ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદાનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતિત છે. વડાપ્રધાને થોડા દિવસ પહેલા જ આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતા. વિદેશ મંત્રી ન્યૂયોર્કમાં ભારતીયોની સુરક્ષાને લઈને સંયુક્ત રાષ્ટ્રના વડાને પણ મળ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…