Delhi : રોહિણી કોર્ટના પરિસરમાં ફાયરિંગ, ગેંગસ્ટાર જીતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત

|

Sep 24, 2021 | 2:37 PM

પોલીસના જણાવ્યા અનુસાર રોહિણી કોર્ટના પરિસરમાં આ ફાયરિંગ થયું હતું.ગેંગસ્ટાર દ્વારા કરવામાં આવેલા 35-40 રાઉન્ડ ફાયરિંગમાં એક મહિલા વકીલ પણ ઈજાગ્રસ્ત થઈ છે.

Delhi : રોહિણી કોર્ટના પરિસરમાં ફાયરિંગ, ગેંગસ્ટાર જીતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત
Firing at Rohini Court in Delhi

Follow us on

Delhi : દિલ્હીની રોહિણી કોર્ટના (Rohini Court) પરિસરમાં ફાયરિંગ થયુ હોવાના અહેવાલ મળી આવ્યા છે.અત્યારસુધીમાં આ ફાયરિંગમાં કુલ 3 લોકોના મોત થયા છે,જ્યારે એક ગેંગસ્ટાર ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, દિલ્હીના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટાર જીતેન્દ્ર માન ઉર્ફે ગોગીની ધરપકડ કરવામાં દિલ્હી પોલીસ (Delhi Police) સફળ રહી હતી, પોલીસે માર્ચ મહિનામાં ગુરુગ્રામથી તેના ત્રણ સાથીઓ સાથે આ ગેંગસ્ટારની ધરપરકડ કરી હતી.

દિલ્હીની રોહિણી કોર્ટ પરિસરમાં થયુ ફાયરિંગ

દિલ્હીની રોહિણી કોર્ટમાં બે જૂથો વચ્ચે ફાયરિંગ થયુ હતુ. જાણીતા ગેંગસ્ટાર જીતેન્દ્ર ગોગીને એક જૂથ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. પોલીસના (Delhi Police) જણાવ્યા અનુસાર ટિલ્લુ ગેંગે જીતેન્દ્ર ગોગીની હત્યા કરી છે. પોલીસે જણાવ્યું હતુ કે ગેંગસ્ટાર (Gangstar)રાહુલને પકડવા માટે 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યુ હતું.

શૂટર વકીલના ડ્રેસમાં આવ્યો હતો

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર,રોહિણી કોર્ટમાં ફાયરિંગ (Firing) કરવા માટે શુટરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના ફાયરિંગમાં રાહુલ અને મોરીશ નામના ગેંગસ્ટારના પણ મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ફાયરિંગરના જવાબમાં પોલીસ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.જેમાં બે ગેંગસ્ટારના મોત થયા છે.

મહિલા વકીલ ઘાયલ

પોલીસના જણાવ્યા અનુસાર કોર્ટ નંબર 206 ની બહાર રોહિણી કોર્ટમાં ફાયરિંગ થયું હતું.ગેંગસ્ટાર દ્વારા કરવામાં આવેલા 35-40 રાઉન્ડ ફાયરિંગમાં એક મહિલા વકીલ પણ ઈજાગ્રસ્ત થઈ છે.પોલીસના જણાવ્યા અનસુાર ગેંગસ્ટાર ગોગીને આ ફાયરિંગમાં નિશાન બનાવવામાં આવ્યુ હતુ.

 

આ પણ વાંચો: Paternity Leave : હવે બાળકના જન્મ બાદ સારા ઉછેર અને પત્નીની દેખભાળ માટે પતિને મળી રહી છે રજા, આ ભારતીય કંપનીએ કરી પહેલ

આ પણ વાંચો:  BJP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તા પર થયેલા જાતીય શોષણને લઈને શિવસેનાએ કર્યા પ્રહાર, મેયરે કહ્યુ “હવે બીજેપી નેતા ક્યાં છે ?”

Published On - 1:56 pm, Fri, 24 September 21

Next Article