કારમાં પાછળ બેઠેલા લોકોએ પણ બેલ્ટ બાંધવો પડશે, ગડકરીએ કહ્યું- ટૂંક સમયમાં દંડ થશે

|

Sep 06, 2022 | 10:39 PM

નીતિન ગડકરીએ કહ્યું કે, પાછળની સીટ પર સીટ બેલ્ટ લગાવવો પહેલાથી જ ફરજિયાત છે પરંતુ લોકો તેનું પાલન નથી કરી રહ્યા.

કારમાં પાછળ બેઠેલા લોકોએ પણ બેલ્ટ બાંધવો પડશે, ગડકરીએ કહ્યું- ટૂંક સમયમાં દંડ થશે
કારમાં પાછળ બેઠેલા લોકોએ પણ બેલ્ટ પહેરવો પડશે
Image Credit source: Twitter

Follow us on

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari)જાહેરાત કરી છે કે હવે કારમાં (car) પાછળ બેઠેલા લોકોને પણ સીટ બેલ્ટ (seat belt) ન પહેરવા બદલ ટૂંક સમયમાં દંડ ફટકારવામાં આવશે. સાયરસ મિસ્ત્રીના નિધનના બે દિવસ બાદ તેમણે આ જાહેરાત કરી હતી. મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલે રવિવારે બપોરે મહારાષ્ટ્રના પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ લોકો મર્સિડીઝની SUV મોડલ GLC 220dમાં હતા. મળતી માહિતી મુજબ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો.

નીતિન ગડકરીએ કહ્યું કે, પાછળની સીટ પર સીટ બેલ્ટ લગાવવો પહેલાથી જ ફરજિયાત છે પરંતુ લોકો તેનું પાલન નથી કરી રહ્યા. જો પાછળની સીટ પર બેઠેલા લોકો આગળની સીટ પરના લોકો જેવા બેલ્ટ ન પહેરે તો સાયરન વાગશે. અને જો તેઓ બેલ્ટ નહીં પહેરે તો દંડ થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હકીકતમાં, સાયરસ મિસ્ત્રીના મૃત્યુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. આ સિવાય ઓવરસ્પીડિંગ અને રોંગ સાઇડથી ઓવરટેક પણ અકસ્માતનું કારણ છે.

આવી સ્થિતિમાં હવે આ અકસ્માતમાંથી બોધપાઠ લેતા મોદી સરકારે નિર્ણય લીધો છે કે ડ્રાઇવિંગ સીટ અને આગળની સીટ પર બેઠેલા લોકોની જેમ પાછળ બેઠેલા લોકોએ પણ ફરજિયાતપણે સીટ બેલ્ટ બાંધવો પડશે. આ માટે કારમાં એલાર્મ પણ લગાવવામાં આવશે. નીતિન ગડકરીએ કહ્યું છે કે આ નિર્ણયનો હેતુ માત્ર દંડ લગાવવાનો નથી પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ છે. અમારું લક્ષ્ય 2024 સુધીમાં માર્ગ અકસ્માતોમાં 50 ટકા સુધી ઘટાડવાનું છે. તેમણે કહ્યું કે, લઘુત્તમ રૂ. હજારનો દંડ ફટકારવામાં આવશે. રસ્તાઓ પર દરેક જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે, આવી સ્થિતિમાં જો કોઈ નિયમોનું પાલન નહીં કરે તો તેને પકડી લેવામાં આવશે.

નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના રવિવારે પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયા બાદ અમે નિર્ણય લીધો છે કે વાહનોમાં પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ હોવી જોઈએ.

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR) ના નિયમ 138(3) હેઠળ, પાછળની સીટ પર સીટ બેલ્ટ ન બાંધવા બદલ 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કે, મોટાભાગના લોકોને ખબર નથી કે આ નિયમ ફરજિયાત છે. પાછળની સીટ પર બેઠેલા મુસાફરોના સીટ બેલ્ટ પહેરવા બદલ ટ્રાફિક પોલીસકર્મીઓ પણ દંડ વસૂલતા નથી.

 

Published On - 10:27 pm, Tue, 6 September 22

Next Article